આજે અમે તમને આર્ટિકલમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાને દૂર કરી દેશે તેવા યોગ વિશે વાત કરીશું. આજકાલ દરેક લોકો વધારે કામના પ્રેશર, અનિયમિત જીવનશૈલીના કારણે માનસિક બીમારીના શિકાર થતા હોય છે.
આજકાલ માનસિક બીમારી નાની ઉંમરના લોકોમાં વઘારે થતી જોવા મળે છે. કારણકે તેમને ઓફિસનું કામ નું ટેન્સનના કારણે ડિપ્રેશનના શિકાર થાય છે. જેના કારણે શારીરિક અને માનસિક આ બંને અસર થઈ શકે છે. હતાશા અને ચિંતા ના કારણે જીવનમાં અનેક બીમારીના શિકાર થઈ શકો છો.
યોગ નિષ્ણાત અનુસાર માનસિક બીમારીથી બચવા માટે યોગ ખુબ જ સારા માનવામાં આવે છે. યોગ શરીર અને મનને પણ શાંત કરે છે. જેના કારણે વઘારે પડતા ડિપ્રેશન, ચિંતા, તણાવ જેવી અનેક સમસ્યાને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
પ્રાણાયામ યોગ કરવો : માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ ખુબ જ ફાયદાકારક છે. પ્રાણાયામ કરવાથી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે જેથી બ્લ્સડપ્રેશર ને નિયંત્રણ માં રાખે છે. દરરોજ પ્રાણાયામ કરવાથી માનસિક તણાવ, ડિપ્રેશન, ચિંતા માં ઘણી રાહત થાય છે. જેના કારણે મગજ ખુબ સારી રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે. આ યોગ કરવાથી મનને પણ શાંતિ મળે છે. જેથી તમારો આખો દિવસ ઊર્જાવાન રહે છે. માનસિક બીમારીમાં આ યોગ ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
ઘ્યાન કરવું : માનસિક બીમારી ને દૂર કરવા માટે આ મુદ્રા ખુબ જ ઉપયોગી સાબિત થશે. જો તમે યોગ્ય રીતે ધ્યાન કરો તો તમારા ખરાબ વિચારો ને દૂર કરીને સારા વિચારોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. શરૂઆત માં ઘ્યાન કરવું થોડું અગરુ રહેશે પરંતુ તમે ઘીમે ઘીમે તમે તેનો સમય મર્યાદા વધારી ને તમારે માનસિક બીમારીને દૂર કરવા ફાયદાકારક થશે.
યોગ કરવા : જો તમે પણ દરરોજ આ યોગ કરો તો તે તમારા મગજના સેરોટોનિન હોર્મોનની માત્રામાં વઘારો કરે છે. જેથી તમે હંમેશા ચિંતા થી મુક્ત રહો છો અને હંમેશા સ્વસ્થ અને ખુશ રહેવામાં મદદરૂપ થાય છે.
જો તમે યોગ કરો તો તમે માનસિક બીમારી સિવાય અનેક રોગથી બચવામાં ઘણી રીતે ફાયદાકારક સાબિત થાય છે. માટે દરરોજ સવારે ઉઠીને 10-15 મિનિટ નો ટાઈમ કાઠીને યોગ કરવા જેથી તમને અનેક બીમારીથી દૂર રહી શકો. યોગ કરવાથી તમારું મન હંમેશા શાંત રહેશે.