છાશ પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટના મતે, જો તમે રોજ એક ગ્લાસ છાશ પીઓ છો, તો તે તમને સ્વસ્થ તો રાખે જ છે પરંતુ ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. શરીરની ગરમી ઓછી કરવા અને ઠંડા રહેવા માટે છાશનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
આ ઉપરાંત, છાશ પીવાથી શરીરને જરૂરી પોષણ મળે છે, કારણ કે તેમાં વિટામિન એ, બી, સી અને ઇ સાથે કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને ખનિજો હોય છે. રાત્રે કરતા બપોરે છાશનું સેવન કરવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો સીધી છાશ પી લે છે અથવા ખોરાક સાથે છાશનું સેવન કરે છે.
પરંતુ શું તમે જાણો છો કે, જો તમે જમ્યાની 5 થી 7 મિનિટ પછી છાશ પીવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. ભોજન સાથે છાશ પીવા કરતાં જમ્યા પછી છાશ પીવી વધુ ફાયદાકારક છે . આ લેખમાં, અમે તમને જમ્યા પછી છાશ પીવાના ફાયદા વિષે જણાવીશું.
શરીરને ડિટોક્સિફાય કરે છે: બપોરે જમ્યા પછી છાશનું સેવન કરવાથી ખોરાકને સારી રીતે પાચન કરવામાં અને તેને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ મળે છે, કારણ કે તેમાં રિબોફ્લેવિન હોય છે. તે તમારા લીવરના કાર્યને સુધારે છે, જે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
વાત માટે બેસ્ટ: તમને જણાવીએ કે છાશમાં રહેલો ખાટો રસ વાયુને દૂર કરે છે.છાશમાં રહેલી ખટાશથી ભૂખ લાગે છે અને રુચિ ઉત્પન્ન થાય છે. છાશ પીવાથી ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન કરીને બળ આપે છે. વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ તેમ જ વાત વિકારમાં ખાટી છાશ માં સિંધવ મીઠું નાખીને લેવાથી ખોરાક પચાવવામાં મદદ કરે છે
ભૂખ ન લાગતી હોય, શરીરમાં વાયુને કારણે સતત દુખાવો રહેતો હોય, પાચન બરાબર ન થતું હોય, અવારનવાર છાતીમાં ભાર રહેતો હોય, દુખાવો થતો હોટ અને ગભરામણ થતી હોય તથા ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું દરરોજ સેવન ગુણકારી છે.
કબજિયાતની સમસ્યા રહેતી નથી: હંમેશા ખોરાકનું યોગ્ય પાચન ન થવાને કારણે કબજિયાતની સમસ્યા થાય છે. પરંતુ જ્યારે તમે જમ્યા પછી છાશનું સેવન કરો છો, તો તે પાચનને સુધારવામાં મદદ કરે છે. આ સાથે જ છાશ પીવાથી આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયા વધે છે, એસિડિટીથી છુટકારો મળે છે અને કબજિયાત અટકાવે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે: જમ્યા પછી છાશ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત, છાશમાં બાયોએક્ટિવ પ્રોટીન હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે .
પેટનું ફૂલવું દૂર કરે: ઘણા લોકોને જમ્યા પછી પેટ ફૂલવાની સમસ્યા હોય છે. છાશનું સેવન કરવાથી પેટનો ગેસ અને પેટનું ફૂલવું ઓછું થાય છે.
ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ સુધારે: જો તમે જમ્યા પછી છાશ પીઓ છો, તો ખોરાકમાં રહેલા પોષક તત્વો વધુ સારી રીતે શોષાય છે. જેના કારણે શરીરને પૂરતું પોષણ મળે છે અને શરીરમાં પોષક તત્વોની ઉણપ નથી રહેતી.
નોંધ: છાશના સ્વાસ્થ્ય લાભો મેળવવા માટે બપોરના ભોજન પછી છાશ પીવી સૌથી વધુ ફાયદાકારક છે. રાત્રિભોજન અને નાસ્તા પછી છાશનું સેવન કરવાનું ટાળો, કારણ કે છાશની તાસીર ઠંડી હોય છે અને આ સમય દરમિયાન તમારી પાચનશક્તિને નબળી પાડે છે. જો તમે આ સમય દરમિયાન છાશ પીઓ છો, તો તેનાથી શરીરમાં કફ વધી શકે છે.