દુનિયાભરમાં 10 ઓક્ટોબરના દિવસને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉજવણી કરવાનો હેતુ લોકોને વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત વધતી જતી સમસ્યાઓ વિશે જાગૃત કરવાનો અને વધતા જોખમને ઘટાડવાનો છે.

તો ચાલો આજે આ નિમિત્તે આપણે સૌ જાણીએ કે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી આવી 5 ભૂલો આપણે દરરોજ કરીએ છીએ જે આપણા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. અને એ પણ જાણીશું કે મગજને તેજ કરવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ.

ગુસ્સો કરવાની આદત : જે લોકોને નાની-નાની વાતો પર પણ ગુસ્સે થવાની આદત છે તેમનું મગજ ધીરે-ધીરે કામ કરતુ બંધ થાય છે. જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે તમારી નસો પર દબાણ પડે છે, જે તેને કમજોર બનાવે છે, જેના કારણે ધીરે ધીરે મગજની શક્તિ ઓછી થવા લાગે છે.

જીવનશૈલી એક્ટિવ ના હોવી : સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે તાજી હવામાં શ્વાસ લેવો અને સૂર્યના સંપર્કમાં રહેવું તમારા મગજ માટે સારું માનવામાં આવે છે. ઘરની અંદર રહેવાની આદત તમને ચિંતા-તણાવ અને ડિપ્રેશન જેવી વિકૃતિઓનું જોખમ વધારી શકે છે.

જંક ફૂડ ખાવાની આદત : જંક ફૂડ અને ખાંડના વધુ પડતા સેવનથી મગજ પર ખરાબ અસર પડે છે, કારણ કે રીફાઇન્ડ ખાંડ ખાવાથી મગજનો વિકાસ ધીમો પડી જાય છે અને જંક-પ્રોસેસ્ડ ફૂડ ખાવાની આદત તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે તમારે જંક ફૂડ ખાવાને બદલે ફાઇબર, વિટામિન્સ અને આખા અનાજથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.આપણે જે પણ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા આરોગ્ય પર થાય છે.

સ્ક્રીન ટાઈમમાં વધારો : સ્ક્રીન પર એટલે મોબાઈલ, કોમ્પ્યુટર વધુ સમય વિતાવવાની આદત તમારા માનસિક સ્વાસ્થ્યને ગંભીર અસર કરી શકે છે. કેટલાક અભ્યાસો મુજબ જે લોકો સ્ક્રીન પર વધુ સમય વિતાવે છે તેઓમાં ડિપ્રેશન, ચિંતા અને મગજની નકારાત્મક લાગણીઓ જેવી વિકૃતિઓ થવાનું જોખમ વધારે હોય છે.

ઊંઘનો અભાવ : જે લોકો રાત્રે પૂરતી ઊંઘ લેતા નથી તેઓને સમય જતાં ચિંતા, તણાવ અને ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. ઊંઘનો અભાવ તમારા મૂડ, ઉર્જા સ્તર અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. જો તમને ઉંઘને લગતી સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લો.

હવે જાણી લો કે કઈ વસ્તુઓ મગજને તેજ બનાવે છે, તો ડાર્ક ચોકલેટ, ગ્રીન ટી, બ્રોકોલી, અખરોટ, બદામ, બેરી, દાડમ, કોળાનાબીજ વગેરે. તો તમે પાના આદતોને ઓછી કરીને તમારું મગજ કોમ્પ્યુટર જેવી તેજ બનાવી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *