ભારતીય ઘરોમાં બપોરે જમ્યા પછી કે સાથે દહીંનું સેવન કરવાની આદત છે. આ દહીં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. દહીં ખાવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે. દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે દહીં ખાવું દરેક માટે ફાયદાકારક સાબિત થતું નથી? મિત્રો કેટલાક લોકો એવા હોય છે કે જેમના માટે દહીંનું સેવન હાનિકારક સાબિત થઇ શકે છે. દહીંનું સેવન તેનાથી તેમના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કયા લોકોએ દહીંનું સેવન ન કરવું જોઈએ.
જ્યારે તમેને એસિડિટી ની તકલીફ થાય છે ત્યારે : મિત્રો આપણે જાણીએ છીએ કે દહીં ખાવાથી પેટને અંદરથી ઠંડક મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને એસિડિટીની સમસ્યાઓ હોય, તેણે દહીંનું સેવન ન કરવો જોઈએ. કારણ કે દહીં ખાવાથી એસિડિટીની તકલીફ વધુ તીવ્ર બની શકે છે.
જ્યારે સંધિવાની બીમારી હોય ત્યારે : મિત્રો દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે, જે હાડકાની મજબૂતી માટે ફાયદાકારક માનવામાં આવે છે. પણ જો કોઈ વ્યક્તિને સંધિવાની બીમારી છે તો તેમણે દહીંનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી સંધિવા ના રોગમાં દુખાવાની તકલીફમાં વધારો થઇ શકે છે.
અસ્થમા ના દર્દીઓ માટે : અસ્થમાવાળા દર્દીઓ એ દહીંનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેનો વપરાશ કફમાં વધારો કરે છે. તેથી દહીં ખાવું અસ્થમા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
લેક્ટોઝ ઇન્ટોલરેસ ધરાવતા દર્દીઓ માટે : મિત્રો લેક્ટોઝ ઇન્ટોલરેસ વાળા દર્દીઓએ પણ દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે જો લેક્ટોઝઇન્ટોલરેસ ના દર્દીઓ દહીંનો ઉપયોગ કરે તો, તે પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે.
રાત્રે વપરાશ ન કરો : ઘણા લોકો બપોરની જગ્યાએ રાત્રે દહીં ખાવાનું પસંદ કરે છે, પરંતુ રાત્રે દહીં ભૂલથી પણ ન ખાવું જોઈએ કારણ કે દહીંમાં ખટાશ અને મીઠાશ બંને હોય છે. આવી સ્થિતિમાં રાત્રે દહીં ખાવાથી કફ દોષ વધે છે. ખાસ કરીને નબળા પાચનતંત્રવાળા લોકોએ રાત્રે દહીંનો ઉપયોગ ન કરવો જોઈએ.
જ્યારે શરદી હોય ત્યારે : જો તમને શરદી ની ફરિયાદ હોય, તો તમારે સાંજ પછી દહીંનો વપરાશ ન કરવો જોઈએ. કારણ કે સાંજ બાદ દહીં ખાવાથી શરદીમાં વધારો થઈ શકે છે, કારણ કે દહીં ઠંડુ હોય છે.