આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું જરૂરી છે. આપણે બઘા જાણીએ જ છીએ કે શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘ પુરી ના થવાના કારણે ઘણી સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે.
દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7થી 8 કલાક ની ઊંઘ લેવી જોઈએ. જેથી આપણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ અને હેલ્ધી બનાવામાં મદદ કરે છે. આ ઉપરાંત આહારમાં હેલ્ધી ખોરાક લેવો પણ એટલો જ જરૂરી છે.
જો રાત્રે ઊંઘ પુરી ના થાય તો સવારે કામ કરવામાં પણ મન નથી લાગતું અને શરીરમાં થાક અને નબળાઈ પણ થઈ શકે છે. આપણી રોજિંદી જીવન શૈલી અને આપણા અનિયમિત આહાર લેવાના કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
ઘણા લોકોને ઊંઘ આવતી ના હોય તો તે ઘણી વખત દવાઓનું પણ સેવન કરતા હોય છે. પરંતુ આરોગ્ય નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે વઘારે પડતી દવાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. માટે દવા ની જગ્યાએ કેટલાક ખોરાકને આહારમાં સમાવેશ કરવો જોઈએ. તો ચાલો જાણીએ આહારમાં કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ જેથી તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે.
મઘનું સેવન: આયુર્વેદિક ઓષઘીમાં મઘને ઉત્તમ માનવામાં આવે છે. મઘમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા ગુણ મળી આવે છે. જે આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ રાત્રે સુતા પહેલા એક ચમચીનું સેવન કરીને ઊંઘવાથી સારી ઊંઘ આવે છે.
આ ઉપરાંત તમે એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરીને તેમાં એક ચમચી મઘ મિક્સ કરીને રાત્રે સુતા પી વાથી પણ સારી ઊંઘ આવે છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં થાક અને કમજોરી દૂર થાય છે અને શરીરને સ્વસ્થ રાખે છે અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.
દૂઘનું સેવન: દૂઘ પૌષ્ટિક આહારમાં એક છે. દૂઘનું સેવન મોટાભાગે ઘણા લોકો રાત્રીના સમયે કરતા હોય છે. દૂઘમાં કેલ્શિયમ અને બીજા અનેક પોષક તત્વો મળી આવે છે. જે શરીરના દરેક અંગ ને મજબૂત કરવામાં મદદ કરે છે.
આ ઉપરાંત સારી ઊંઘ મેળવવા માટે દૂઘને ગરમ કરીને રાત્રે સુતા પહેલા પી જવું. જેથી શરીરમાં રહેલ તણાવ અને ચિંતાને ઓછી કરે છે જેથી સારી ઊંઘ આવે છે અને સવારે ઉઠો ત્યારે તમારો મૂડ એકદમ ફ્રેશ થઈ જાય છે માટે આરોગ્ય નિષ્ણાત રાતે દૂઘ પીવાની સલાહ આપવામાં આવે છે.
જો તમને આખો દિવસ કામ કરીને આવ્યા હોય અને તમને થાક કે નબળાઈ રહેતી હોય તો તેને દૂર કરીને સારી ઊંઘ લાવવમાં મદદ રૂપ સાબિત થશે. આ બંને ઉપાય તમારી અનિદ્રાની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.