થાઈરોડ એક એવો રોગ છે જે મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતો હોય છે. થાઈરોડ ની સમસ્યા થવી તે ખુબ જ સામાન્ય છે, પરંતુ તેનો સમય સર ઈલાજ ના કરવામાં આવે તો તે દિવસે ને દિવસે વધતી જ જાય છે.
વ્યકતિની બદલાયેલ લાઈફસ્ટાઈલમાં ઘણા રોગો થવાનું જોખમ વધુ રહેતું હોય છે. કારણકે આજે મોટાભાગે ભાગે લોકો બહારના ફાસ્ટ ફૂડ ખાવાનું સૌથી વધુ ખાતા હોય છે, જેના કારણે વ્યક્તિ મોટાપાનો શિકાર બને છે.
થાઈરોડ બે પ્રકારના હોય છે. એક થાઈરોડમાં ઘણા લોકોને શરીરના અનેક ભાગમાં સોજા આવવાની સમસ્યા રહેતી હોય છે, આ ઉપરાંત બીજા થાઈરોડમાં ઘણા લોકોનું શરીર ઘટતું જાય છે અને પાતળા થતા હોય છે.
જયારે થાઈરોડ અસંતુલિત થઈ જાય છે તેવા સમયે વજન વધવું અથવા ઘટવા લાગે, શરીરમાં ઉર્જાનું સ્તર ઓછું થાય, શરીરનું તાપમાન અનબેલેન્સ રહે, પ્રજનન ક્ષમતા ઘીમી થઈ જાય.માસિક ધર્મ માં સમસ્યા, વાળ ખરવા જેવી અનેક સમસ્યાઓ રહેતી હોય છે.
થાઈરોડ ગળામાં આવેલ એક ગ્રંથિ છે જે થાઇરોડ હોર્મોન્સ બનાવે છે, થાઈરોડ ગ્રંથિ ગરદન ના નીચેના ભાગમાં હોય છે, જે વૃદ્ધિ, વિકાસ,અને ચયાપચય નું કામ કરે છે. જયારે શરીરમાં વિટામિન ની ઉણપ ઉપરાંત આયોડીન ની ઉણપના કારણે થાઈરોડ ગ્રંથિને અસર કરે છે.
જો તમને થાઇરોડ છે અને વજન ઘટાડવું ચગે અને વજન ઘટતું નથી તો તેના માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરી થાઇરોડ ને પણ કંટ્રોલ કરી શકશો અને એના કારણે વજન પણ ઓછું થશે.
આ માટે લસણનો ઉપયોગ કરી શકો છો. લસણ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે જેમાં ભરપૂર ઔષઘીય ગુણ મળી આવે છે. જો તમે થાઇરોડ હોવાના કારણે વજન ને ઓછું કરવા માંગતા હોય તો રોજિંદા આહારમાં લસણ ઓ સમાવેશ કરવો જોઈએ, આ સિવાય દિવસમાં એક લસણ ની કળી ને પણ ખાઈ શકાય છે. જે વજન ને ઓછું કરવામાં મદદ કરશે.
જો તમે આવા સમયે નિયમિત ગ્રીન ટી પીવો છો તો વજન ઘટાડવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ગ્રીન ટી પીવાથી થાઈરોડ રોગમાં પણ ઘણી રાહત મળે છે, આ સિવાય થાઈરોડના કારણે વધી ગયેલ વજન ઘટાડવા માટે કસરત, યોગા અને સૂર્યનમસ્કાર કરી શકો છો.
યોગાસન માં અમે હલાસન યોગ ખુબ જ ફાયદાકારક સાબિત થશે, આ સિવાય તમે સર્વાંગાસન. સિંહાસન, મત્સ્યાસન યોગાસન પણ કરી શકો છો જે થાઈરોડને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જો તમે થાઇરોડ કંટ્રોલ કરવા માંગતા હોય તો રોજે 30 મિનિટ યોગાસન કરવાનું શરુ કરી દો, થાઈરોડ કંટ્રોલમાં રહેશે.