સ્વસ્થ શરીર રહે તે દરેક વ્યક્તિ ની ઈચ્છતું હોય છે. પરંતુ આપણી એવી કેટલીક રોજિંદા જીવનમાં બેદરકારી હોવાના કારણે સ્વસ્થ પર તેની અસર જોવા મળતી હોય છે. આજે અમે તમે સ્વસ્થ રહેવા માટેની 15 ટિપ્સ જણાવીશું.
જો તમે આ 15 ટિપ્સ ને રોજિંદા જીવનમાં અપનાવી લેશો તો દવાખાન ના પગથિયાં ચડવાનો વારો નહીં આવે. વ્યક્તિની જયારે ખાવાની ખોટી આદત અને પરિશ્રમ નો અભાવ હોવાના કારણે ઘણી બઘી બીમારીઓ નો સામનો કરવો પડતો હોય છે.
સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ:
1. રોજે સવારે સૂર્યોદય સમયે જાગી જવું જોઈએ, રોજે સવારે વહેલા ઉઠવાથી શરીરને પરિશ્રમ માટે ઘણો સમય મળી રહે છે, જે શરીર માટે ખુબ જ જરૂરી છે. 2. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના દરેક અંગોને જરૂરી કસરત મળી રહે છે. સૂર્ય નમસ્કાર કરવાથી શરીર ના દરેક અંગોને જરૂરી ઉર્જા અને એનર્જી મળી રહે છે. આ સાથે હળવી કસરત અને યોગા નો પણ સમાવેશ કરવો જોઈએ.
3. સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું પાણી નીચે બેસીને ધુંટડે ધુંટડે પીવું જોઈએ, જેથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી કચરો પણ બહાર નીકળી જાય છે, આ માટે રોજે સવારે નવશેકું પાણી પીવું જોઈએ. 4. સવારે નાસ્તામાં હેલ્ધી અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
જે આખા દિવસ દરમિયાન શરીરમાં ભરપૂર સ્ફૂતિ અને એનર્જી પ્રદાન કરે છે. આ માટે સવારે નાસ્તામાં અંકુરિત કરેલ મગ, દેશી ચણા , સોયાબીન, દૂધ કેળાં વગેરે ખાઈ શકાય છે. 5. દિવસ દરમિયાન વઘારે તળેલું, તીખું અને ફીઝમાં મુકેલ ઠંડો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
6. દરરોજ ઘરે બનાવેલ ગરમ અને તાજો ખોરાક જ ખાવો જોઈએ. 7. બપોરના ભોજન માં દેશી ગોળ, સલાડ, છાશ નો સમાવેશ કરવો જોઈએ. 7. રોજે સીઝન માં મળતા કોઈ પણ એક ફળનું સેવન કરવું જોઈએ. જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડશે.
8. દિવસ દરમિયાન સુવાની ટેવ હોય તો તે છોડી દેવી જોઈએ. અને રાતે સુવો ત્યારે 6-7 કલાક ની ઘસઘસાટ ઊંઘ લેવી જોઈએ. 9. ચા કે ઠંડા પીણાં પીવાથી દૂર રહો. આ સાથે બને ત્યાં સુધી વ્યસન કરવાનું ટાળવું જોઈએ, કોઈ પણ વ્યસન હોય તો તેને છોડવા માટે દિવસમાં ચાર થી પાંચ વખત વરિયાળીનો મુખવાસ ખાઓ.
10. રાતનું ભોજન 8 વાગ્યા સુધીમાં લઈ લેવું જોઈએ અને તે ખોરાક હળવો લેવો જોઈએ. 11. બપોરે કે રાત્રીના ભોજન પછી ક્યારેય તાત્કાલિક સૂવું ના જોઈએ. 12. દિવસ દરમિયાન ગમે ત્યારે ખાઓ તો તે થોડું થોડું જ ખાવું અને ચાર વખત ખાવું જોઈએ.
13. રોજે રાતે ભોજન પછી 30 મિનિટ ચાલવું જોઈએ, જે ખોરાકને પચાવામાં મદદ કરશે. 14. રાતે સુવાના પહેલા એક ગ્લાસ દૂઘ પી ને સૂવું જોઈએ. જેથી ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ મેળવી શકાય છે.
15. રોજે રાતે મેથીદાણા ને પલાળીને સવારે ચાવીને ચાવીને ખાવા જોઈ અને તે પાણી પણ પીવું જોઈએ, જે શરીરના દરેક અંગોને સ્વસ્થ, મજબૂત અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
જો તમે આજીવન માટે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માંગતા હોય તો નિયમિત પણે રોજે આ ટિપ્સ ને ફોલ્લો કરવું જોઈએ જે શરીરને ફિટ રાખવામાં મદદ કરશે.