મોટાભાગના ઘણા વ્યક્તિ ઓફિસમાં કામ કરતા સુઈ જાય છે. કામ કરતા ઊંઘ આવવાના ઘણા બઘા કારણો હોય છે. કોઈ પણ કામ કરતી વખત સતત બેસી રહેવાના કારણે પણ બગાસા આવતા હોય છે. બગાસા આવવાના કારણે આંખો પણ ગેરાવા લાગે છે. જેના કારણે કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી.
જેના કારણે કામ કરતા સુઈ જવાનું મન થઈ જતું હોય છે. કામ કરતા કરતા સુઈ જવું એ અનિદ્રાની સમસ્યા હોઈ શકે છે. જો ઊંઘ પુરી થતી ના હોય તો શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય છે. ઓફિસમાં કામ કરીને બપોરે જમ્યા પછી જ મોટા ભાગે કામ કરતા ઊંઘ આવી જતી હોય છે.
જો કામ કરતા ઊંઘ આવતી હોય તો કયોય પણ કામ કરવામાં ભૂલ થઈ શકે છે. જેના કારણે તમને ઓફિસમાં તમારા મેઈન સર પણ ઠપકો આપી શકે છે. ઓફિસ માંથી બહાર નીકાળી પણ શકે છે. માટે આ સમસ્યા ને દૂર કરવી ખુબ જ જરૂરી છે.
જો તમારે સતત બેસી રહેવાનું કામ હોય તો તમારે કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવું જરૂરી છે. જેથી તમને ઊંઘ ના આવે અને શરીરમાં ઉર્જા બની રહે. આ ઉપરાંત કામ કરવામાં પણ મન લાગે. માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે કામ કરતા ઊંઘવાની સમસ્યા ને દૂર કરી શકશો.
સ્ટ્રેચિંગ કરવું: સતત એક જગ્યાએ કામ કરવા માટે બેસી રહેવાથી શરીર થાકી જતું હોય છે. મોટાભાગે થાક નો અહેસાસ જમ્યા પછી જ લાગતો હોય છે. એવામાં ખોરાકને પચાવવા અને શરીરના થાકને દુર કરવા માટે સ્ટ્રેચિંગ કરવું ખુબ જ સારું માનવામાં આવે છે. સ્ટ્રેચિંગ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે.
જેના કારણે શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. શરીરના દરેક સ્નાયુઓને યોગ્ય લાંચિક બનાવી રાખવામાં મદદ કરે છે. માટે સતત બેસી રહીને કામ કરવાનું થતું હોય તો દર એક કે બે કલાકે સ્ટ્રેચિંગ માત્ર બે મિનિટ કરી લેવું જેથી શરીરને ઉર્જા મળે અને કામ કરવામાં મન લાગે લઉં રહે અને કામ કરતા સુઈ જવાની સમસ્યા દૂર થઈ જાય છે.
5-10 મિનિટ આંટા મારવા: એક જગ્યાએ બેસી ને કામ કરવાથી શરીરમાં સૂતી આવી જાય છે. જેના કારણે દર બે કલાકે 5 થી 10 મિનિટ ચાલવું. કોઈ પણ બહાનું કાઠીને પણ એક રાઉન્ડ મારી લેવો. જેથી શરીરમાં યોગ્ય પ્રમાણમાં લોહીવહે. આ ઉપરાંત ચાલવાથી શરીરમાં બધા અંગો કામ કરતા થઇ જાય છે. જેના કારણે કોઈ પણ કામ કરતા ઊંઘ આવતી નથી અને કામ કરવામાં મન લાગેલૂ રહે છે.
સૂર્ય પ્રકાશ: કોઈ પણ બંઘ જગ્યા પર બેસી રહીને કામ કરવાથી પણ શરીરમાં સૂતી રહેતી હોય અને ઉંઘ આવતી હોય છે. શરીરમાં ઉર્જા મેળવવા માટે થોડી વાર સૂર્ય પ્રકાશ માં ઉભા રહેવાથી ઉર્જા મેળવી શકાય છે. માટે જો તમે કોઈ પણ કામ કરતા હોય તો બે કલાક પછી બહારની થોડી ખુલ્લી હવા ખાવી જોઈએ. જેથી કોઈ પણ કરતા ઊંઘ આવશે નહિ અને કામ કરવામાં મન પણ બન્યું રહેશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.