ઘણા લોકો ઓફિસે અને ઘરે કામ કરતા હોય છે તેમને થાક લાગવો હોય છે. આખો દિવસ કામ કરીને આવે ત્યારે શરીરને પૂરો આરામ આપે તેવી કોશિશ કરતા હોય છે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ લેતા હોય છે.
પરંતુ તેમને પૂરતો આરામ અને ઊંઘ લેવા છતાં પણ શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થતો હોય છે. જો શરીરમાં વારે વારે થાક અને નબળાઈનો અનુભવ થતો હોય તો શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનો અભાવ પણ હોઈ શકે છે.
આપણા જીવનમાં અનિયમિત આહારના કારણે પણ શરીરમાં પોષક તત્વોનો ઉણપ થતી હોય છે. માટે આપણા આહારમાં પણ કેટલાક ફેરફાર લાવવા પણ જરૂરી છે. જે આરોગ્યને જાળવી રાખે.
આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને થાક અને નબળાઈને દૂર કરવા માટે કયાં પૌષ્ટિક આહારનું સેવન કરવું તેના વિશે જણાવીશું.
લીલા શાકભાજી: લીલા શાકભાજીમાં શરીરને જરૂરી એવા પોશાક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તેમાંથી વિટામિન અને ખનીજ તત્વો પણ મળી આવે છે. જે શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર કરવામાં મદદ કરે છે.
લીલા શાકભાજીમાં પાલકનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. તેમાં આયર્ન ની માત્રા ભરપૂર મળી આવે છે. જો શરીરમાં આયર્ન ની ઉણપ હોય તો થાક અને નબળાઈનો અનુભવ થાય છે માટે આયર્નની ઉણપ દૂર કરવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.
કેળાનું સેવન: શરીરમાં થાક અને નબળાઈને દૂર કરવા માટે કેળાંનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કેળામાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાયબર, પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. જે શરીરમાં ભરપૂર એનર્જી ઉત્પન્ન કરી શકે છે.
માટે ડોક્ટર પણ દરરોજ એક કેળા ખાવાની સલાહ આપે છે. આ ઉપરાંત કેળાની સાથે દૂઘનું પણ સેવન કરી શકાય છે. દૂઘ અને કેળાનું સેવન કરવાથી પણ શારિરીમાં થાક અને નબળાઈને દૂર કરીને શારીરિક કમજોરીને દૂર કરે છે અને શરીરમાં ભરપૂર એનર્જી ઉત્પન્ન કરે છે.
ખજૂરનું સેવન: આરોગ્ય નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે ખજૂરનું સેવન કરવાથી સ્વસ્થ હમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી રહે છે. આ ઉપરાંત શરીરમાં જો વારે વારે થાક અને નબળાઈ નો અહેસાસ થતો હોય તો દરરોજ 3 ખજૂરના ટુકડાનું સેવન કરવાથી તે સમસ્યા દૂર થઈ જાય છે.
ખજૂરમાં ફાયબર અને વિટામિનનો ભરપૂર સ્ત્રોત મળી આવે છે. માટે તેનું સેવન કરવાથી શરીરમાં ઈન્સટન્ટ એનર્જી પણ મળી આવે છે અને આખા દિવસ દરમિયાન શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય તો તે દૂર થઈ જાય છે. ખજૂર અને દૂઘનું સેવન કરવાથી પણ શરીરમાં ભરપૂર તાકાત અને ઈન્સ્ટન્ટ એનર્જી મળી આવે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.