આજે આ આર્ટિકલમાં અમે તમને રાત્રે વાળ ઘોવાથી થતા નુકસાન વિશે જણાવીશું. ઘણા લોકોની ટેવ હોય છે રાત્રે વાળ ઘોવાની તે ટેવ ને સુઘારી લેવી જોઈએ. સવારે ઉઠીને વાળ ઘોવાથી બચવા માટે ઘણા બઘા લોકો રાત્રે જ વાળ ઘોઈને સૂઈ જાય છે. પરંતુ તે એ વાતથી અજાણ હશે કે રાત્રે વાળ ઘોવાથી વાળને જ નુકશાન થાય છે.
રાત્રે વાળ ભીના રહેવા કે રાત્રે વાળને ઘોવા એ દરેક રીતે ખોટું છે. આમ કરવાથી તમારા વાળ અને વાળના મૂળ બંને એકદમ નબળા થઇ જાય છે. તો ચાલો જાણીએ રાત્રે વાળ ઘોવાથી થતા નુકસાન અને તેની કાળજી કઈ રીતે લેવી તેના વિશે વઘુ જાણીએ.
વાળ વઘારે તૂટે છે : જયારે તમે રાત્રે વાળ ઘોવો અને થોડા પણ ભીના રહી જાય અને તમે સૂઈ જાઓ છો. ત્યારે તમારી સુવાની બાજુઓ બદલાવાથી સૂકા વાળ જેટલી ઝડપથી નથી તૂટતાં એટલી ઝડપથી ભીના વાળ તૂટી જાય છે. જયારે વાળ ભીના હોય છે ત્યારે વાળનું ક્યુટીક્લ ખુબજ ઉંચુ થઈ જાય છે. જેના કારણે વાળ ઝડપથી તૂટવાનું કારણ બની જાય છે.
વાળની ટેક્ચર બગડે છે : રાત્રે વાળ ઘોવાથી વાળ બરાબર સુકાતા નથી જેના કારણે રાત્રે સુતા હોય અને આપણે પડખું ફેરવ્યા કરીએ છીએ. જેના કારણે વાર વિખાઈ જાય છે અને અને વાળનો કોઈ આકાર રહેતો નથી. તમે સવારે ઉઠીને વાળને જોશો તો તમારા વાળનું ટેક્ચર જ આખું બદલાઈ ગયું હશે. માટે રાત્રી ના સમયે વાળને ના ઘોવા જોઈએ.
વાળમાં ગાંઠો પડે : ઘણી વખત મોટાભાગની સ્ત્રીઓ વાળને ઘોવે છે, પરંતુ વાળને ઘોયા પછી વાળમાં કાંસકો ફેરવો જરૂરી નથી માનતી. જેના કારણે વાળમાં ગૂંચો અને ગાંઠો પણ થઈ શકે છે. અને જયારે રાત્રે ઊંઘીને સવારે ઉઠીને વાળને ઓળવો ત્યારે તેને ખેંચી ખેંચીને કાથો છો, ત્યારે વાળની ઈલાસ્ટીસીટીમાં ખેંચાણ થાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે.
ફંગલ ગ્રોથમાં વઘારો થઈ શકે : જયારે તમે વાળને રાત્રે ઘોવો છો અને રાત્રે ઉંધી વખતે વાળ ભીના રહી જવાથી વાળમાં ફંગસમાં ગ્રોથ, વાળ ખરવા, ડેન્ડ્રફ જેવી સમસ્યા થઈ શકે છે. ભેજના કારણે ભીના વાળમાં ખુબ જ ઝડપથી ફુગના વિકાસનું કારણ બની શકે છે. હો તમારા વાળમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય તો આ સમસ્યા વધવાની શક્યતા વધી જાય છે.
શરદી અને ખાંસી વઘી શકે : રાત્રે વાળ ઘોવામાં આવે તો શરદી, ખાસી અને એલર્જી થઈ જવાની શક્યતા વઘી જાય છે. વાળ ભીના રહેવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે. ભેજના કારણે માથું ઠંડુ રહે છે અને શરીર ગરમ રહે છે.
લાંબા સમય સુધી વાળ ભીના રહેવાથી માથાની સમસ્યા પણ ઉભી થાય છે. વાળ લાંબા સમય સુઘી ભીના રહેવાથી વાળમાં ધૂળ ચોંટવાથી એલર્જી નું જોખમ પણ વધી શકે છે.
ખાસ કાળજી લેવી : તમે પણ વિચારતા હશો કે હવે શું કરવું જોઈએ. જો તમે રાત્રે વાળને ઘોવો છો, તો જ સુઘી તમારા વાળ સૂકાઈ ના જાય ત્યાં સુધી સુવાનું નથી. વાળ ગૂંચાઈ જવાથી બચવા માટે તમે સારું કન્ડિશનર વાપરો અને વાળમાં સીરમ લગાવવું.
જો તમે પણ રાત્રે વાળ ઘોતા હોય તો તમે પણ આ સાવચેતી રાખજો જેથી તમારા વાળ ખરવાની સમસ્યા, વાળમાં ગુંચો પડવી જેવી સમસ્યા ક્યારે થશે નહિ.