ટામેટા સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જો તમે દરરોજ તમારા ચહેરા પર ટામેટાંનો પલ્પ લગાવો છો, તો તે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. જો તમે ઇચ્છો, તો તમે અન્ય ફેસ પેકમાં ટામેટાં ઉમેરી શકો છો અને તેને ચહેરા પર લગાવી શકો છો. તો આવો જાણીએ આ ફેસપેક વિશે.

ચણા નો લોટ : આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી ચણાના લોટમાં હળદર, મધ અને ટામેટાનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. જો તમે ઈચ્છો તો આ પેસ્ટમાં દહીં પણ ઉમેરી શકો છો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો, સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. તેનાથી તમારી ત્વચામાં ગ્લો આવશે.

ચંદન : તમે ચંદનના ફેસ પેકમાં પણ ટામેટાંનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે 2 ચમચી ચંદન પાવડરમાં ટામેટાંનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. ધ્યાન રાખો કે આ પેસ્ટ વધારે જાડી ન હોય. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી પાણીથી ધોઈ લો.

મધ : બે ચમચી મધમાં ટામેટાના પલ્પને ભેળવીને મિશ્રણ તૈયાર કરો. હવે તેને ચહેરા પર મસાજ કરો, 10-15 મિનિટ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

દહીં : આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી દહીંમાં ટામેટાંનો રસ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણથી ચહેરા પર મસાજ કરો, સૂકાયા પછી તમે પાણીથી ધોઈ શકો છો.

હળદર : ટમેટાના પલ્પમાં એક ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય પછી હુંફાળા પાણીથી ધોઈ લો. તે ત્વચાને ચમક આપે છે, સાથે જ તે ટેનિંગને અટકાવે છે.

મુલતાની માટી : મુલતાની માટીમાં ટામેટાના પલ્પને મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો, 15 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *