મિત્રો તમે ત્રિફળા નામ સાંભળ્યું જ હશે. ત્રિફળા એક આયુર્વેદિક દવા છે. તેનો ઉપયોગ કબજિયાત દૂર કરવા માટે કરી શકાય છે. તમે રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકો છો. ત્રિફળા ચૂર્ણને પાણી અથવા દૂધ સાથે લઈ શકાય.
ત્રિફળામાં વિટામિન સી મળી આવે છે. ત્રિફળા ચૂર્ણ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કફ અને એલર્જીથી છુટકારો મળે છે. તો આ લેખમાં અમે તમને જણાવીશું જે કબજિયાતમાં ત્રિફળા ચૂર્ણ ખાવાની રીત અને તેના ફાયદા વિષે.
સૌ પ્રથમ તમને જણાવીએ ત્રિફળા ચૂર્ણના ફાયદા: ત્રિફળા ચૂર્ણ લેવાથી મેટાબોલિઝમ સુધરે છે. ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી વજન ઓછું થાય છે. ત્રિફળા ચૂર્ણને હૂંફાળા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી પેટમાં ગેસ અને દુખાવાની સમસ્યા દૂર થાય છે.
હવે જાણો ત્રિફળા ચૂર્ણ બનાવવાની રીત: સૌથી પહેલા બનાવવા માટે 80 ગ્રામ આમળા, 40 ગ્રામ બહેરા અને 20 ગ્રામ હરડને 3 થી 4 દિવસ તડકામાં સુકવી રાખો. પછી તેને મીક્ષર માં પીસી ને સારી ગરણી ની મદદ છી ચાળી લો, ચાળ્યા બાદ ફરી તેને એક વાર મીક્ષરમાં પીસી લો અને ઠંડુ થઇ જાય એટલે બરણી માં ભરી લો, તો તૈયાર છે ત્રિફળા ચૂર્ણ. હવે જણાએ તેને ઉપયોગ કરવાની રીત:
ત્રિફળા ચૂર્ણ અને ગોળ: ત્રિફળા ચૂર્ણ અને ગોળનું સેવન કરવાથી પણ કબજિયાત મટે છે. 2 ચમચી ગોળને પીસીને એક વાસણમાં મૂકો અને તેમાં ત્રિફળા પાવડર મિક્સ કરો. આ મિશ્રણને દિવસમાં 2 વખત ખાઓ.
ત્રિફળા ચૂર્ણ અને સાકર: જો તમને વારંવાર પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય અથવા પેટ માં ચૂંક આવવાની ફરિયાદ રહેતી હોય તો ત્રિફળા નું ચૂર્ણ નું સેવન કરવું જોઈએ. આ માટે 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ માં 3 ગ્રામ સાકર મિલાવીને ગરમ પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં તરત જ રાહત થાય છે.
વધતા વજનથી બધા લોકો પરેશાન છે, વધતા વજન ને અટકાવવા માટે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરી શકાય છે. 10 ગ્રામ ત્રિફળા ચૂર્ણ ને મધ સાથે દિવસ માં બે વખત ચાટવાથી લાભ થાય છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્ષ કરીને તેમાં આવશ્યકતા અનુસાર સાકર મિલાવીને તેનું સેવન કરવાથી લાભ થાય છે. આ પાણીનું સેવન દરરોજ કરવું.
ત્રિફળા ચૂર્ણની ચા: તમે ત્રિફળા ચૂર્ણની ચા બનાવીને પણ પી શકો છો. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ત્રિફળા ચૂર્ણની ચા બનાવવા માટે ચૂર્ણને પાણીમાં નાખીને ઉકાળો. જ્યારે પાણી ઉકળે ત્યારે તેમાં એલચી અને ચાની પત્તી નાખો અને અડધા કલાક પછી ચાને ગાળીને પી લો.
ત્રિફળા ચૂર્ણ અને મધ: કબજીયાત દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણ ને અકસીર દવા માનવામાં આવે છે. તમને જણાવીએ કે વર્ષો થી કબજિયાત ની ઘરેલું દવા તરીકે ત્રિફળા નો ઉપયોગ થતો આવ્યો છે. ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ નું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે. રાત્રે સુતા પહેલા ત્રિફળા ચૂર્ણ માં થોડું મધ મિક્ષ કરીને ચાટી જવું, પછી ઉપર થી ગરમ દૂધ પીવું. થોડાક દિવસ સુધી આ પ્રયોગ કરવાથી જૂની કબજીયાત દૂર થાય છે.
ત્રિફળા પાવડરનો ઉકાળો: ત્રિફળા પાવડરનો ઉકાળો બનાવીને તેનું સેવન કરો. ઉકાળો બનાવવા માટે પાણી ગરમ કરો અને તેમાં ત્રિફળા પાવડર મિક્સ કરો. જ્યારે પાણી ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો. ત્રિફળાના ચૂર્ણનો ઉકાળો પીવાથી કબજિયાત અને ઉધરસ મટે છે.