આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

કબજિયાત એ એક નાનો શબ્દ છે તેવું આપણે બધા માનીએ છીએ પરંતુ જે લોકોને વારંવાર કબજિયાતની સમસ્યા હોય છે તેઓ આ નાના શબ્દને સારી રીતે જાણે છે. કબજિયાતના કારણકે ઘણા બધા લોકો દરરોજ જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

તમને જણાવીએ કે પેટ સાફ ન હોવાને કારણે શારીરિક સમસ્યાઓની સાથે ત્વચાની ઘણી સમસ્યાઓ પણ થાય છે. આવી સ્થિતિમાં, તમારે તમારી સંભાળ રાખવા માટે તમારી કેટલીક આદતોમાં સુધારો કરવો જોઈએ. કેટલીક એવી આદતો છે, જેના કારણે તમને કબજિયાતની સમસ્યા રહે છે.

કબજિયાત વિશે વાત કરીએ તો, તેમાં સામાન્ય કબજિયાતથી લઈને ગંભીર કબજિયાત સુધીના રોગોનો સમાવેશ થાય છે. જેમ કે કોઈક વાર કબજિયાત થવી, ક્રોનિક કબજિયાત, મુસાફરી અથવા ઉંમરના કારણે કબજિયાત. કબજિયાતની સમસ્યામાં આપણા આંતરડા મળને છોડવામાં અસમર્થ હોય છે. તો ચાલો જાણીએ કબજિયાતના ઘરેલુ ઉપાય વિષે.

લીંબુ પાણી: લીંબુ આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે .જો ક્યારેય કબજિયાત થાય તો એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને મધ ભેળવીને પીવો. મધને વધુ ગરમ પાણીમાં પણ ભેળવવું.

દૂધ અને દહીં: કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે પેટમાં સારા બેક્ટેરિયા હોવા પણ જરૂરી છે.તમને સાદા દહીંમાંથી પ્રોબાયોટીક્સ મળશે, તેથી તમારે દિવસમાં એકથી બે કપ દહીં ખાવું જોઈએ.આ સિવાય જો તમે ખૂબ જ પરેશાન હોવ તો એક ગ્લાસ દૂધમાં એકથી બે ચમચી ઘી ભેળવીને સૂતા સમયે પીવો, ફાયદો થશે.

આયુર્વેદિક દવા: સૂતા પહેલા બે કે ત્રણ ત્રિફળાની ગોળીઓ ગરમ પાણી સાથે લેવાથી સવારે પેટ સરળતાથી સાફ થઇ જાય છે. ત્રિફળા હરડે, બહેરા અને આમળાનું બનેલું છે. આ ત્રણેય પેટ માટે ફાયદાકારક છે. ત્રિફલા રાત્રે પોતાનું કામ શરૂ કરે છે જે સવારે ફાયદો કરાવે છે.

ખોરાકમાં ફાઈબર: એક દિવસમાં સ્ત્રીને સરેરાશ 25 ગ્રામ ફાઈબરની જરૂર હોય છે જ્યારે પુરુષને 30 થી 35 ગ્રામ ફાઈબરની જરૂર હોય છે. તમારી પાચન પ્રણાલીને ફરીથી પાટા પર લાવવા માટે, તમારે દરરોજ શરીરને જરૂરી ફાઇબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. ફાઇબર ખોરાકને સારી રીતે પચવામાં મદદ કરે છે.

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલ ઘરેલુ ઉપાય કરી શકો છો અને તમારી કબજિયાતની સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *