દૂઘ એક પૌષ્ટિક આહાર છે, દૂઘ નાના બાળકોને પીવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ માટે દરેક બાળકોને રાતે સુવાના પહેલા એક ગ્લાસ દૂઘ પીવડાવીને સુવડાવવા જોઈએ. દૂઘ નાના મોટા દરેક વ્યક્તિ પી શકે છે.
દૂઘ પીવાથી શરીરમાં ભરપૂર તાકાત અને શક્તિ મળી રહે છે. દૂઘમાં ઘણા બઘા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે, જેમ કે, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન ડી, બી-૨, બી-૧૨,ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે.
દૂઘ પીવાથી શરીર મજબૂત બને છે, જો તમે દૂઘમાં રસોડામાં રહેલ આ મસાલાની અડઘી ચમચી ઉમેરીને પીશો તો તેના ઘણા બઘા સ્વાસ્થ્ય ફાયદાઓ થશે. રસોડામાં રહેલ તે મસાલા નું નામ હળદર છે. જે દરેક રસોઈ ઘરમાં મળી આવે છે.
જયારે કોઈ પણ રસોઈમાં હળદર નાખવામાં આવે ત્યારે તેનો સ્વાદ પણ વધે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી સાબિત થાય છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે આજે અમે તમને જણાવીશું.
હળદર એક દવાનું કામ કરે છે જે ઘણી બીમારી માં રાહત આપવામાં મદદ કરે છે. તેમાં મળી આવતા એન્ટી માઈક્રોબિયલ તત્વ આવેલ છે. આ માટે તેને હૂંફાળા દૂઘમાં મિક્સ કરીને પીવાથી છાતી, ફેફસા અને ગાળામાં થતા કફને છૂટો કરી શ્વાસ લેવામાં પડતી તકલીફમાં રાહત આપે છે, આ માટે અસ્થમા દર્દી હળદરવાળું દૂઘ પીવે તો તેમને રાહત મળી શકે છે.
આ એક સુપર અને શક્તિ શાળી ડ્રિન્ક માનવામાં આવે છે,તે પેટની અને કમરના ભાગમાં વઘી ગયેલ ચરબીને ઓગાળવામાં મદદ કરે છે, આ માટે જો તમે પણ ચરબી ને ઘટાડી સ્લિમ દેખાવા માંગતા હોય તો આ એક ડ્રિન્ક પી શકાય છે.
સારી ઊંઘ લાવે: ઘણા લોકો ને વધારે પડતી ટેન્શન અને ડિપ્રેશન માં હોય છે તેવા લોકોને રાતે ઊંઘ ના આવવાના કારણે રાતે સુવા માટે ઘણી વખત ઊંઘની ગોળીઓ લેતા હોય છે પરંતુ જો તે વ્યક્તિ સુવાના પહેલા આ એક ડ્રિન્ક પી જાય તો તેમની ઊંઘ ના આવવાની સમસ્યા દૂર થઈ શકે છે.
લોહીને શુદ્ધ રાખે: હળદર લોહીને શુદ્ધ કરવાની મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે નિયમિત પણે હળદરવાળું દૂઘ પીવાનું શરુ કરશો તો લોહીમાં રહેલ બઘી જ અશુદ્ધિઓ દૂર થઈ જશે અને લોહીને ચોખ્ખું કરશે. લોહી શુદ્ધ થવાના કારણે ચામડીના રોગો થશે નહીં.
હાડકાને મજબૂત બનાવે: હાડકાને જરૂરી કેલ્શિયમ દૂઘ માંથી મળી રહેશે, આ માટે જો તમે નિયમત હળદરવાળું દૂધ પીવાનું શરુ કરી દેશો તો હાડકાને લગતી દરેક પ્રકારની તકલીફો દૂર કરી હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ આવેલ સોજાને દૂર કરે છે.
વૃદ્ધત્વ ચિન્હો દૂર કરે: આજના સમયમાં નાની ઉંમરે જ ચહેરા પર કરચલીઓ પડતી જોવા મળે છે. જેને દૂર કરી વૃદ્ધત્વના ચિન્હોને દૂર કરે છે અને જુવાન અને સુંદર બનાવે છે. આ માટે જો તમે પણ વધી ઉંમરે જુવાન અને સુંદર દેખાવા માંગતા હોય તો હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ.
શરીરમાં વઘી ગયેલ કચરો કે બેક્ટેરિયાને દૂર કરવા માટે હળદરનું દૂધ પી શકાય છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.