આપણે જાણીએ છીએ કે અંડરઆર્મ્સ કાળા થવું એ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી ઘણી સ્ત્રીઓ સંઘર્ષ કરી રહી છે. અંડરઆર્મ્સ કાળા હોવું એ તમને સ્લીવલેસ કપડા પહેરવાથી તો રોકે જ છે પરંતુ કેટલીકવાર તમને શરમમાં પણ મૂકી દે છે.

અંડરઆર્મ્સનું કાળું પડવું એ ત્વચાની સ્થિતિ છે જેને એકેન્થોસિસ નિગ્રીકન્સ કહેવાય છે. આમાં, કેટલીક જગ્યાએ ત્વચા ખૂબ જ કાળી થવા લાગે છે. અંડરઆર્મ્સની કાળાશ ક્યારેક મહિલાઓનો આત્મવિશ્વાસ ઘટાડે છે. જે

ના કારણે ઘણી વખત તે પોતાની પસંદગીના કપડાં પહેરી શકતી નથી અને ઘણી સમજી અને વિચારીને કપડાં ખરીદવા પડે છે. જો તમે પણ અંડરઆર્મ્સની કાળાશથી પરેશાન છો તો અહીંયા તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જે ઉપાય કરીને તમે અંડરઆર્મ્સની કાળાશને દૂર કરી શકો છો.

કાકડી: સ્વાસ્થ્યની સાથે સાથે અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે તમે કાકડીનો ઉપયોગ કરી શકો છો. તેમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે, જે તમારી કાળી ત્વચાની સારવાર માટે ફાયદાકારક છે.

બટાકા: બટાકામાં એસિડિક અને કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. જે તમારી કાળી ત્વચાને નિખારવામાં મદદ કરે છે. બટાકાની છાલ કાઢી તેનો રસ કાઢી લો અને આ રસને અંડરઆર્મ્સ પર થોડી વાર લગાવો અને પછી ધોઈ લો. આમ કરવાથી તમારી ત્વચાની કાળાશ દૂર થઈ જશે.

નાળિયેર તેલ: નાળિયેર તેલમાં કુદરતી બ્લીચિંગ એજન્ટ પણ હોય છે. તે અંડરઆર્મ્સના રંગને હળવો કરવામાં ઘણી મદદ કરે છે. આ માટે ન્હાતા પહેલા અથવા સૂતા પહેલા નાળિયેર તેલ લગાવો.

એલોવેરા જેલ: એલોવેરા જેલ તમારી ત્વચાને નરમ અને હાઇડ્રેટેડ રાખે છે. તેની મદદથી તમે ડાર્ક અંડરઆર્મ્સ પણ દૂર કરી શકો છો.

લીંબુ: તમને જણાવીએ કે લીંબુએ કુદરતી રીતે બ્લિચિંગ એજન્ટ તરીકે કામ કરે છે. અડધા લિંબૂને અંડરઆર્મ્સ પર ઘસો જે પણ જગ્યાએ કાળા કુંડાળાઓ દેખાતા હોય. દરરોજ ન્હાવા જતા પહેલા બેથી ત્રણ મિનિટ સુધી અંડરઆર્મ્સ પર ઘસો. તમને થોડા જ દિવસમાં ફેરફાર જોવા મળશે.

બેકિંગ સોડા: બેકિંગ સોડા તમારા અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સૌથી પહેલા બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટથી તમારા અંડરઆર્મ્સને સ્ક્રબ કરો. તમે અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.

સફરજન સાઇડર વિનેગર: એપલ સાઇડર વિનેગરમાં એમિનો અને લેક્ટિક એસિડ જોવા મળે છે, જે મૃત ત્વચાને દૂર કરે છે. તેમાં એવા ગુણધર્મો છે જે તમારી ત્વચાના છિદ્રોને બંધ કરી શકે છે. તે તમારા ડાર્ક અંડરઆર્મ્સના રંગને પણ આછું કરશે.

અહીંયા જણાવેલા ઉપાયો ઘરેલુ છે જે તમે ઘરે સરળતાથી કરી શકો છો. થોડા દિવસ આ ઉપાયો કરવાથી તમારી અંડરઆર્મ્સ કાળાશની સમસ્યા ચોક્કસ દૂર થઇ જશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *