આજના સમયમાં ઊંઘ ન આવવાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આ સમસ્યા લાંબા સમયે શરીર માટે ખુબજ હાનિકારક સાબિત થઇ શકે છે. ઘણા આખો દિવસ કામ કરીને થાકી જતા હોય છે, શરીરમાં થાકનો અનુભવ કરતા હોય છે તેમ છતાં તેમણે તેમને ઊંઘ આવતી નથી.

ઊંઘ ન આવવાની સમસ્યા બે પ્રકારની હોય છે કોઈને ટૂંકા ગાળાની અનિદ્રા (ઇંસોમિન્યા) હોય છે, તો કોઈને આ બીમારી લાંબા સમય સુધી ઘેરી રહે છે. જો કોઈને લાંબા ગાળાની અનિદ્રા હોય, એટલે કે, લાંબા સમય સુધી ઊંઘ ન આવતી હોય તેમજ થાક રહેતો હોય તો, આ માટે તેમણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જ્યારે ટૂંકા ગાળાની અનિદ્રા માટેની કેટલીક દેશી પદ્ધતિઓ અપનાવાથી અનિંદ્રાની સમસ્યાથી છુટકાળો મેળવી શકાય છે.

હકીકતમાં ટૂંકા ગાળાની અનિદ્રા ક્યારેક તણાવ, અસ્વસ્થતા, નબળી જીવનશૈલી અથવા આવા કોઈપણ અન્ય કારણને કારણે થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે કેટલીક દેશી પદ્ધતિઓનો ઉપયોગ કરો છો, તો અનિંદ્રાની સમસ્યાથી છુટકાળો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ પદ્ધતિઓ વિષે.

1. ધ્યાન: તણાવ અને ઊંઘ ન આવવી સંબંધિત સમસ્યાઓની સારવાર માટે ધ્યાનનો પણ ઉપયોગ કરી શકાય છે. જો યોગ્ય રીતે ધ્યાન કરવામાં આવે તો તે આરોગ્યને લગતા ઘણાં ફાયદા આપે છે. તે સ્વસ્થ જીવનશૈલી અને સારી ઊંઘ પણ પ્રદાન કરે છે.

તમારે ધ્યાન માટે કાંઈ ખાસ કરવાની જરૂર હોતી નથી. ધ્યાન કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે. ધ્યાન કરવા માટે સૌ પ્રથમ સીધા બેસો, ધીમો શ્વાસ લો અને તમારું ધ્યાન કોઈ પણ સારી વસ્તુઓ પર કેન્દ્રિત કરો. તમને જે પણ ચીજવસ્તુથી આનંદ મળતો હોય, તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

આ વસ્તુમાં તમે તમારા બાળકનું હાસ્ય, સુંદર પ્રાણીઓ, તમારી સફળતા, ભગવાન વગેરે પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. 2011 ના અધ્યયનમાં, એવું બહાર આવ્યું છે કે ધ્યાન વ્યક્તિની ઊંઘની રીત બદલી શકે છે. સ્લીપફાઉન્ડેશન સંશોધનમાં પણ આ જ વાત કહેવામાં આવી છે.

જો તમારી પાસે લાંબા સમય સુધી ધ્યાનમાં બેસવાનો સમય નથી, તો તમે દિવસમાં 20 થી 25 મિનિટ આ જરૂર કરો. સવારે ઉઠીને ધ્યાનમાં બેસવું એ સ્વસ્થ જીવનશૈલીનો એક ઉપાય છે.

2. યોગ: ધ્યાનની સાથે યોગ પણ ઊંઘ માટે ખૂબ સારો ઉપાય સાબિત થઈ શકે છે કારણકે યોગ નિંદ્રાને અસર કરે છે. જ્યારે માનસિક ધ્યાન કેન્દ્રિત કરવા માટે ધ્યાન જરૂરી છે એજ રીતે માનસિક અને શારીરિક કામગીરીને યોગ્ય રીતે કરવા યોગ જરૂરી છે. યોગ કરવા માટે તમારે ખૂબ સખત યોગ મુદ્રા કરવાની જરૂર નથી.

યોગ કરવા માટે તમે અનુલોમ-વિલોમ પ્રાણાયામથી પ્રારંભ કરી શકો છો. સાથો સાથ, તમે શ્વાસ લેવાની કસરત સાથે અન્ય યોગ મુદ્રા પણ કરવાનો પ્રયાસ કરો. તમારા રૂટિન યોગમાં શવાસન પણ નિયમિત રૂપે સામેલ કરો.

બાલાસન, પશ્ચિમોતાનાસન, ભુજંગાસન આ બધા ઊંઘ માટે ખૂબ સારા સાબિત થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે એ આપણે શરીરની તંદુરસ્તી માટે કરવાના છે. જો તમે તેમનાથી થાકી જતા હોવ, તો કરશો નહીં.

3. નિયમિત વ્યાયામ: જો તમને યોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે , તો પણ તમે એક એક્સરસાઇઝની રૂટિન બનાવો. આ માટે તમારે કોઈ સખત કસરત કરવાની જરૂર નથી. તમે ઈચ્ચો તો જીમમાં જઈને સરળ અને આરામદાયક કસરત કરી શકો છો.

ગૃહિણીઓ માટે 10 મિનિટનું કાર્ડિયો રૂટીન પૂરતું રહેશે. તમને જણાવીએ કે સ્લીપફાઉન્ડેશન પરના એક લેખ મુજબ, કસરત દરમિયાન શરીરનું તાપમાન વધે છે અને કસરત પૂરી થયા પછી શરીરનું તાપમાન ઘટે છે, જેનાથી નિંદ્રા આવે છે. તે ડિપ્રેસન વગેરે માટે પણ સારું છે.

4. મસાજ: હળવા હાથે મસાજ કરવા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો તમે બહાર જઈને મસાજ કરાવી શકતા નથી, તો સ્વ-મસાજ અજમાવી શકો છો. ફેસ મસાજથી તમને ઘણો ફાયદો મળી શકે છે અને તમે તેને સરળતાથી કરી શકો છો. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તમે મસાજ કેરા પહેલા નિષ્ણાતની સલાહ લો. જો તમે મસાજ કરો છો તો, ઓઇલમાં એસેંશિયલ ઓઇલ જરૂર સામેલ કરો.

અહીંયા જણાવેલી તમામ પદ્ધતિઓનું વર્ણન ઘણા સંશોધનનાં આધારે કરવામાં આવ્યું છે અને આને કારણે, તમને સારી ઊંઘ આવી શકે છે. જો તમે બધું કર્યા પછી પણ ઊંઘ નથી આવતી તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *