હવે થોડાજ દિવસો પછી દિવાળીના દિવસો શરુ થઇ રહ્યા છે અને આ દિવસોમાં દરેક વ્યક્તિને સુંદર દેખાવા માંગે છે, પરંતુ ક્યારેક ચહેરા પર ડાઘ, ખીલ, ફ્રીકલ વગેરે હોય છે અને ક્યારેક ચહેરા પર અનિચ્છનીય વાળ હોય છે. જે તમારી સુંદરતા ઘટાડવાનું કામ કરે છે.

જો કે અણગમતી રૂંવાટી આવવી તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. અત્યારના દિવસોમાં મહિલાઓમાં સૌથી વધુ સમસ્યા અણગમતા વાળની જોવા મળે છે. અણગમતા વાળ હોવાના કારણે વ્યક્તિ ગમે તેટલો ગોરો અને સુંદર હોય તો પણ તેની સુંદરતા ઓછી દેખાતી હોય છે.

આ સુંદરતાને વધારવા માટે અણગમતા વાળને દૂર કરવા ખુબ જ જરૂરી બની જાય છે. ખાસ કરીને અણગમતી રૂંવાટી મૂછો પર અને દાઢીના ભાગમાં જોવા મળતી હોય છે. જેને દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારના પ્રત્યનો કરતા હોય છે.

હોઠના ઉપરના ભાગમાં આવતી રૂંવાટીને કારણે વ્યક્તિના દેખાવ પર ખાસ અસર પડે છે. આ અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે તમે હેર રિમૂવર ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ થોડા દિવસો પછી તમારા ચહેરા પર ફરીથી નવા વાળ ઉગશે.

તો ચાલો અમે તમને કેટલાક ફેસ પેક વિશે જણાવીએ જેના ઉપયોગથી અનિચ્છનીય વાળથી છુટકારો મેળવી શકો છો અને છે તમારી સુંદરતા માં વઘારો કરી શકો છો.

ઘઉંનો લોટ, દૂધ અને નાળિયેરનું તેલ : આ પેસ્ટથી મદદથી પણ અનિચ્છનીય વાળ દૂર કરી શકો છો. આ પેસ્ટને બનાવવા માટે એક ચમચી ઘઉંનો લોટ દૂધ અને નારિયેળ તેલમાં મિક્સ કરીને સોલ્યુશન બનાવો. હવે તેને ચહેરા પર મસાજ કરો. 10-15 મિનિટ માલિશ કર્યા પછી પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો. આ તમારા ચહેરાને ટાઈટ કરશે અને સાથે જ અનિચ્છનીય વાળ પણ ઘટશે.

લીંબુ, ખાંડ અને મધ : આ ત્રણનું મિશ્રણ અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે. એક પેનમાં બે ચમચી ખાંડ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી મધ અને પાણી નાખીને ધીમા તાપે ગરમ કરો. તેને સતત હલાવતા રહો અને ધ્યાન રાખો કે તે તવા પર ચોંટી ન જાય.

પછી ધાર કરો જ્યારે પેસ્ટ ઘટ્ટ થઈ જાય અને તેનો રંગ બદલવા લાગે, ત્યારે ગેસની ફ્લેમ બંધ કરો. જ્યારે આ મિશ્રણ એટલું ગરમ ​​હોય કે તે ત્વચા પર ચોંટી જાય તો તેનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો, તમે સ્ટ્રીપ વડે એક જ સ્ટ્રોકમાં વાળ પણ કાઢી શકો છો.

બેસન, હળદર અને ગુલાબજળ : જો તમે ઈચ્છો તો આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરી શકો છો. તેનાથી ચહેરા પરના અનિચ્છનીય વાળ દૂર થાય છે અને ગ્લો પણ આવે છે. એક ચમચી ચણાના લોટમાં એક ચપટી હળદર અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો.

દૂઘ: ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે દૂઘ સૌથી વધુ ફાયદાકારક છે. આ માટે એક બાઉલમાં 3 થી 4 ચમચી દૂઘ લો. ત્યાર પછી તેમાં રૂ ડાબોળી ને રૂંવાટીવાળી જગ્યાએ લગાવી ને તેને સુકાવવા માટે 20 મિનિટ રહેવા દો, સારી રીતે સુકાઈ જાય ત્યારબાદ કોટર્ન નું કપડું લેવાનું છે,

અને તેના વડે ઘસીને નીકાળી દેવું, ત્યારબાદ પાણી વડે ઘોઈ લો અને કોટર્ન ના કપડાં વડે સાફ કરો. આ રીતે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત કરવાથી દાઢી અને મૂછ પર આવતી અણગમતી રૂંવાટી ધીરે ધીરે દૂર થઇ જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *