આપણી આજની ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે થતા રોગોમાં યુરિક એસિડનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે યુરિક એસિડ શરીરમાં લોહીના માધ્યમથી કિડની સુધી પહોંચે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે.
પરંતુ કેટલાક કિસ્સાઓમાં, જો યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળી શકતું નથી, તો શરીરમાં તેની વધુ માત્રાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મોટા ભાગના લોકો જાણતા હશે યુરિક એસિડ શું છે પરંતુ જો તમે નથી જાણતા તો તમને જણાવીએ કે મેડલાઇન પ્લસ જણાવે છે કે યુરિક એસિડ લોહીમાં જોવા મળતું રસાયણ છે.
આ ત્યારે બને છે જયારે શરીરમાં પ્યુરિન નામનો પદાર્થ તૂટી જાય છે. શરીરમાં ઉત્પન્ન થતા મોટાભાગના યુરિક એસિડ લોહીમાં ભળે છે અને કિડની દ્વારા વિસર્જન થાય છે. જ્યારે યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળી શકતું નથી, ત્યારે સંધિવા, સાંધાનો દુખાવો અને બળતરાની તકલીફ જેવા રોગો થાય છે.
યુરિક એસિડ કેવી રીતે બને છે? યુરિક એસિડ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા તત્વોથી બનેલું છે. આ શરીરને પ્રોટીનમાંથી એમિનો એસિડના સ્વરૂપમાં મળે છે. યુરિયા યુરિક એસિડમાં પરિવર્તિત થઇ અને હાડકાંની વચ્ચે જમા થાય છે. હાડકામાં યુરિક એસિડની માત્રામાં વધારો થવાથી સંધિવા થાય છે અને આ સમસ્યાના કારણે સાંધામાં દુખાવાની ફરિયાદ રહે છે.
યુરિક એસિડ વધવાના લક્ષણો: નિષ્ણાતો કહે છે કે યુરિક એસિડમાં વધારો શરૂઆતમાં શોધી શકાતો નથી. મોટાભાગના લોકો યુરિક એસિડના વધારાને કેવી રીતે ઓળખવો તે વિશે પણ જાણતા નથી. પરંતુ કેટલાક લક્ષણો છે જેના દ્વારા તમે ઓળખી શકો છો.
આ લક્ષણોમાં સાંધામાં દુખાવો થવો, ઉઠવામાં તકલીફ થવી, આંગળીઓમાં સોજો આવી જવો, સાંધામાં ગાંઠની સમસ્યા, આંગળીઓમાં દુખાવો વગેરે. હવે જાણીએ કેટલાક ખોરાક કે જે યુરિક એસિડ વધારે છે:
1. દહીં, પાલક અને ડ્રાય ફ્રુટ: ડ્રાયફ્રૂટ્સ, દહીં, ચોખા, દાળ અને પાલકમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે, જે યુરિક એસિડને વધારે છે.
2. દૂધ-ભાત: જો યુરિક એસિડ વધવાના લક્ષણો જોવા મળે તો રાત્રે સૂતા પહેલા દૂધ કે ભાતનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે રાત્રે આ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ જમા થવા લાગે છે.
3. માંસ, ઈંડા અને માછલી: વધતા યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમારે માંસ, ઈંડા અને માછલીનું સેવન બંધ કરવું જોઈએ.
4. નિયમો અનુસાર પાણી પીવું: યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમારે નિયમો અનુસાર પાણી પીવું જોઈએ. ભોજન કરતી વખતે પાણીનું સેવન ન કરવું, ભોજન કર્યાના એક કે દોઢ કલાક પછી પાણી પીવું.
અહીંયા તમને જણાવેલી માહિતી સામાન્ય છે અને જો તમારા શરીરમાં યુરિક એસિડની સમસ્યા જણાય તો હેલા તમારા ડૉક્ટરની સલાહ લો અને બની શકે તો અહીંયા જણાવેલી વસ્તુઓ ઓછી ખાઓ કારણકે આ વસ્તુઓ તમારી સમસ્યામાં વધારો કરી શકે છે. આવી જ માહિતી જાણતા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.