આપણું શરીર ઘણા પ્રકારના પોષક તત્વો અને એસિડ બનાવે છે, યુરિક એસિડ પણ તેમાંથી એક છે. યુરિક એસિડ લોહી દ્વારા કિડની સુધી પહોંચે છે અને પેશાબ દ્વારા પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય અને શરીર તેને સંપૂર્ણ રીતે દૂર ન કરી શકે તો તે શરીરમાં જમા થવા લાગે છે.
જ્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે, ત્યારે તે લોહીમાં ભળવાનું શરૂ કરે છે અને હાડકાં સાથે સંગ્રહિત થાય છે. હાડકામાં યુરિક એસિડ જમા થવાથી હાડકાના ઘણા રોગો થાય છે જેને ગાઉટ કહેવાય છે.
તમને જણાવીએ કે યુરિક એસિડ વધવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે જેવી કે પગની ઘૂંટીઓમાં દુખાવો, ઘૂંટણ અને સાંધામાં દુખાવો થાય છે. આ સાથે સાથે સાંધામાં સોજાની સમસ્યા પણ થાય છે. યુરિક એસિડ વધવાથી ડાયાબિટીસ અને કિડનીની સમસ્યાનું જોખમ વધી જાય છે.
જો તમે પણ યુરિક એસિડ વધવાથી પરેશાન છો તો કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવીને તમે યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો. યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમે અળસીના બીજ અને દૂધીના જ્યૂસનું સેવન કરી શકો છો.
આ બંને વસ્તુ યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. તો ચાલો તમને જણાવીએ આ બે વસ્તુઓ યુરિક એસિડને કેવી રીતે નિયંત્રિત કરે છે અને તેનું સેવન કેવી રીતે કરવું.
અળસીના બીજ યુરિક એસિડને કેવી રીતે નિયંત્રિત કરે છે: પોષક તત્વોથી ભરપૂર અળસીના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અળસીના બીજ પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફાઈબર, વિટામિન્સ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. સવારે ખાલી પેટ આ બીજનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે.
ફાઈબરથી ભરપૂર અળસી પાચનને સ્વસ્થ રાખે છે અને વજન પણ નિયંત્રિત કરે છે. તમે સ્વાસ્થ્ય માટે ઉપયોગી અળસીના બીજને શેકીને ખાઈ શકો છો.
દૂધીનો જ્યુસ યુરિક એસિડને કંટ્રોલ કરશેઃ દૂધી એક એવી શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામીન સી, બી અને આયર્નથી ભરપૂર દૂધીનું સેવન કરવાથી ભૂખ શાંત રહે છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે. દૂધીનો જ્યુસ કાઢીને પણ પી શકાય છે. દૂધીના જ્યૂસના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.
દૂધીના જ્યૂસનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલ થાય છે. આ સાથે સાથે પેટની ઘણી સમસ્યાઓ, ભૂખ ન લાગવી, લીવર અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ તેના સેવનથી દૂર થાય છે. જો તમે વધેલા યુરિક એસિડને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો દરરોજ સવારે ઉઠીને દૂધીનો જ્યુસ પીવો.
જો તમે અળસીના બીજ અને દૂધીના જ્યૂસનું સેવન કરશો તો તમારું યુરિક એસિડ કંટ્રોલમાં રહેશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો અને આવીજ માહિતી વાંચવા માટે અમારા સાથે જોડાયેલા રહો.