શરીરમાં યુરિક એસિડનું નિર્માણ એક સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે યુરિક એસિડની માત્રા વધુ વધવા લાગે છે તો તેનાથી ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે પ્યુરિન નામનું રસાયણ શરીરમાં તૂટવાનું શરૂ કરે છે ત્યારે યુરિક એસિડ બને છે. આપણી કિડની શરીરમાંથી પ્યુરિન ફિલ્ટર કરવામાં મદદ કરે છે.

પરંતુ જ્યારે પ્યુરિનનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે સમયે કિડની આ કેમિકલને દૂર કરવામાં અસમર્થ હોય છે અને શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે. યુરિક એસિડ વધવાથી તે સાંધામાં ક્રિસ્ટલના રૂપમાં જમા થવા લાગે છે.

લોહીમાં આ ટોક્સિન વધારાને કારણે આપણા શરીરમાં સાંધાનો દુખાવો, કિડનીની સમસ્યા અને હાર્ટ એટેકનો ખતરો અનેકગણો વધી જાય છે. ઘણા અભ્યાસો પરથી એ વાત સામે આવી છે કે જો લોહીમાં યુરિક એસિડની માત્રા વધી જાય તો હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે.

યુરિક એસિડ વધવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તો એવો જાણીએ કે વધુ યુરિક એસિડ હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે વધારે છે અને આપણે તેને કેવી રીતે ઘરેલુ ઉપાયથી નિયંત્રિત કરી શકીએ છીએ.

ઉચ્ચ યુરિક એસિડ અને હાર્ટ એટેક: સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જ્યારે હૃદયની રક્તવાહિનીઓ બ્લોક થઈ જાય છે અને હૃદયને પૂરતું લોહી મળતું નથી ત્યારે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. માટે આવી સ્થિતિથી બચવા તમારે યુરિક એસિડ લેવલમાં થતા વધારાને અટકાવવું પડશે અને સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે.

ઉચ્ચ યુરિક એસિડના કારણો: યુરિક એસિડ વધવા ઘણા કારણો છે જેમાં આપણા શરીરનું સતત વજન વધવું, વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવું,સતત થાઇરોઇડવધારો થવો, આનુવંશિક સમસ્યાઓ પણ યુરિક એસિડ વધારી શકે છે.

ઉચ્ચ યુરિક એસિડને કેવી રીતે નિયંત્રિત કરવું: હેલ્થ એક્સપર્ટના મતે જે લોકો હાઈ યુરિક એસિડની સમસ્યાથી પીડાય છે તેમણે પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, દર્દીઓએ ઓછી પ્યુરિન વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

અળસી: યુરિક એસિડને ઓછું કરવામાં અળસી ખૂબ જ ફાયદાકારક છે. અળસીનું સેવન કરવાથી યુરિક એસિડને ઓછુ થાય છે. જો તમારે પણ યુરિક એસિડ વધી ગયું છે તો તમે અળસીને શેકીને ખાઈ શકો છે.

અજમાનું પાણી: યુરિક એસિડને ઓછુ કરવામાં અજમાનું પાણી ફાયદાકારક છે. તમારે સવારે ખાલી પેટે અને ખાવાના અડધા કલાક બાદ અજમાનું પાણી જરૂર પીવું જોઈએ. આ પાણી બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો થોડા કલાક માટે પાણીમાં પલાડી રાખવો. ત્યાર બાદ તેનું સેવન કરવું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *