યુરિક એસિડ એ શરીરમાં ઉત્પન્ન થતું એક પ્રકારનું ઝેર છે. આ ઝેર દરેક વ્યક્તિના શરીરમાં બને છે, જેને કિડની દ્વારા સરળતાથી ફિલ્ટર કરીને શરીરમાંથી દૂર કરવામાં આવે છે. જે લોકોની કિડની શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં અસમર્થ હોય છે, તેમના શરીરમાં યુરિક એસિડની માત્રા વધવા લાગે છે.
યુરિક એસિડ વધવાથી તે સાંધામાં ક્રિસ્ટલના રૂપમાં જમા થવા લાગે છે. સાંધામાં એકઠા થતા આ ક્રિસ્ટલ્સ સાંધામાં સોજો અને દુખાવો કરે છે. શિયાળામાં તાપમાનમાં ઘટાડો થવાથી સાંધાના દુખાવા અને જકડાઈ જવાની સમસ્યા વધી જાય છે. આ ઋતુમાં આર્થરાઈટીસના દર્દીઓ વધુ પરેશાન થાય છે. ગાઉટ યુરિક એસિડ વધવાના કારણે થાય છે.
શિયાળામાં યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે આહારમાં એવા ખોરાકનું સેવન કરવું જરૂરી છે, જેમાં પ્યુરીનની માત્રા ઓછી હોય અને જે શરીરને એનર્જી પણ આપે. શિયાળામાં કેટલાક ડ્રાય ફ્રૂટ્સ ન માત્ર શરીરને એનર્જી આપે છે પરંતુ યુરિક એસિડને પણ કંટ્રોલ કરે છે. તો આવો જાણીએ એવા ત્રણ ડ્રાય ફ્રુટ્સ વિશે જે યુરિક એસિડને કંટ્રોલ કરે છે.
જરદાળુ : જરદાળુ એક એવો ખાટો-મીઠો ડ્રાયફ્રુટ છે, જેનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. શિયાળામાં આ ડ્રાયફ્રુટનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. બળતરા વિરોધી ગુણોથી ભરપૂર જરદાળુનું સેવન કરવાથી સાંધાનો સોજો ઓછો થાય છે અને દુખાવામાં રાહત મળે છે. જો તમે શિયાળામાં સાંધાના દુખાવામાં રાહત મેળવવા માંગતા હોવ તો જરદાળુ ખાઓ.
અખરોટ : અખરોટમાં હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામીન, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. યુરિક એસિડથી પીડિત દર્દીઓને તેના સેવનથી ફાયદો થાય છે.
ઓમેગા-3 ફેટી એસિડ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર અખરોટનું સેવન કરવાથી સંધિવા રોગની સારવાર થાય છે. અખરોટમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં મદદ કરે છે. જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેઓ શિયાળામાં અખરોટનું સેવન કરી શકે છે.
કાજુ : કાજુ એક એવું ડ્રાય ફ્રુટ છે, જેના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. કાજુ એક એવો સુપરફૂડ છે જે પોટેશિયમ, વિટામિન સી અને ફાઈબરથી ભરપૂર છે. આ ડ્રાય ફ્રુટ યુરિક એસિડને કંટ્રોલ કરે છે. જો શિયાળામાં તમારું યુરિક એસિડ વધારે રહે છે, તો તમારે દરરોજ મુઠ્ઠીભર કાજુનું સેવન કરવું જોઈએ.
જો તમારા શરીરમાં પણ વારંવાર યુરિક એસિડ વધી જાય છે તો તમે પણ શિયાળામાં અહીંયા જણાવેલ આ 3 ડ્રાયફ્રુટ ખાઈ શકો છો અને શરીરમાં યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો.