આજના સમયમાં ઘણા લોકો સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણનો દુખાવો વગેરે જેવી સમસયાઓથી પીડાઈ રહ્યા હોય છે. જો પગના અંગૂઠા, ઘૂંટણ અને એડીમાં સખત દુખાવો થતો હોય તો સમજવું કે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું છે.
જ્યારે યુરિક એસિડ આપણા હાથ અને પગના સાંધામાં ક્રિસ્ટલના રૂપમાં એકઠું થાય છે ત્યારે તેને સંધિવા કહેવાય છે. સંધિવા વિષે મોટાભાગના લોકો જાણતા હશે અને ઘણા લોકોને તેની તકલીફ પણ હશે.
એક રિસર્ચ પ્રમાણે યુરિક એસિડ વધવાથી માણસનું જીવન લગભગ 10 થી 11 વર્ષ ઘટી જાય છે અને કિડનીની સાથે સાથે હાર્ટ, ડાયાબિટીસ, સ્ટ્રોકનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. તેથી આવી ભયકંર બીમારીઓથી બચવા માટે યુરિક એસિડને સમયસર નિયંત્રિત કરવું ખુબજ જરૂરી બની જાય છે. તો ચાલો જાણીએ એક ફળ વિષે જે યુરિક એસિડને નિયંત્રિત કરી શકે છે.
આ ફળ નું નામ છે પપૈયું. કાચા પપૈયાનું સેવન કરીને તમે યુરિક એસિડને નિયંત્રિત કરી શકો છો. તો ચાલો જાણીએ. પપૈયું યુરિક એસિડના દર્દીઓ માટે ઘણું સારું છે, કારણ કે પપૈયામાં ‘પેપેન’ નામનું પ્રોટીઓલિટીક એન્ઝાઇમ હોય છે જે કુદરતી બળતરા વિરોધી છે.
તે શરીરને આલ્કલાઇન સ્થિતિમાં રાખવામાં મદદ કરે છે અને લોહીમાં યુરિક એસિડના નિર્માણને રોકવામાં મદદ કરી શકે છે. આ સાથે તે પ્રોટીનને પચાવવામાં પણ મદદ કરે છે.
બનાવવાની રીત: સૌથી પહેલા બે લિટર ચોખ્ખું પાણી લો અને તેને ઉકાળો. ત્યાર બાદ એક મધ્યમ કદનું કાચું પપૈયું લો અને તેને સારી રીતે ધોઈ લો. પછી પપૈયાના બીજ કાઢીને તેના નાના ટુકડા કરી લો. પપૈયાના આ ટુકડાને ઉકળતા પાણીમાં નાખીને 5 મિનિટ સુધી ઉકાળો.
ત્યારબાદ તેમાં બે ચમચી ગ્રીન ટી પાન નાખીને થોડી વાર ઉકાળો. સારી રીતે ઉકળી ગયા પછી તે પાણીને ગાળીને ઠંડુ કરો અને આખા દિવસ દરમિયાન આ પાણી પીતા રહો. આ પાણી પીવાથી તમને યુરિક એસિડમાં ચોક્કસ ફાયદો થશે.
જો તમે ઈચ્છો તો પપૈયાની ચાનું સેવન પણ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક વાસણમાં બે કપ પાણી નાખો. હવે લગભગ 100 ગ્રામ કાચા પપૈયાને નાના ટુકડાઓ કરીને મિક્સ કરો. હવે તેને ગરમ થવા દો. જ્યારે આ પાણી ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને પાણીને ગાળી લો.
ત્યારબાદ તેમાં ગ્રીન ટી બેગ નાખીને ધીમે ધીમે ચાની જેમ પીવો. તમને જણાવી દઈએ કે જ્યારે તમે કોઈ વસ્તુ ખાઓ છો ત્યારે યુરિક એસિડ બને છે. કિડની શરીરમાંથી યુરિક એસિડને ફિલ્ટર કરે છે. પરંતુ જ્યારે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે, ત્યારે પગની ઘૂંટીઓમાં તીવ્ર દુખાવો થાય છે. પગમાં સોજો આવે છે, શુગર વધુ બને છે, કિડનીની પથરી થવાનું જોખમ પણ વધી જાય છે.
શરીરમાં યુરિક એસિડ વધવા ન દેવું હોય તો તમારે ખાંડવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ સાથે સાથે તમારે આલ્કોહોલ, ખાટા ફળો, લાલ માંસ, રાજમા અને ચોખા જેવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ.