આજના સમયમાં શરીરમાં યુરિક એસિડ વધવું એ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. શરીરમાં ઉત્પન્ન થતું યુરિક એસિડ ઝેર માનવામાં આવે છે. જે વ્યક્તિના શરીરમાં ફેલાવવા લાગે છે. યુરિક એસિડ ના ઝેર ને દૂર કરવાનું કામ કિડની કરે છે.
પરંતુ જયારે શરીરનું મહત્વ પૂર્ણ અંગ કિડની ઝેર ને રોકવામાં અસમર્થ રહે છે ત્યારે સાંઘામાં નાની મોટી સમસ્યા થવા લાગે છે. આ સમસ્યા થવાથી સંધિવા જેવી ગંભીર બીમારી ધીરે ધીરે મોટું રૂપ ધારણ કરે છે.
જેના કારણે શરીરમાં સાંધા ના દુખાવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવા, સોજા આવવા જેવી સમસ્યા થવા લાગે છે. જયારે પણ શરીરમાં યુરિક એસિડ નું પ્રમાણ વધે છે ત્યારે દુખાવાના કારણે ઉઠવા બેસવા અને ચાલવામાં માં પણ ખુબ તકલીફ પડે છે.
અનિયમિત ખાણી પીણી હોવાના કારણે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું જાય છે. આ માટે રોજિંદા આહારમાં ખાવામાં ખુબ જ ઘ્યાન આપવું જોઈએ. આ માટે આજે અમે તમને એવા કેટલાક ખોરાક વિષે જણાવીશું જેનું સેવન કરવાનું બંધ કરવાથી યુરિક એસિડ નું પ્રમાણ કંટ્રોલમાં રહેશે.
મીઠાઈ ખાવાનું ટાળો: આમ તો મીઠાઈ ખાવી દરેક વ્યક્તિને ગમે છે દરેક શુભ પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય ત્યારે મોટાભાગે દરેક વ્યક્તિ ખાતા હોય છે. પરંતુ મીઠાઈ બનાવવા માટે વધારે માત્રામાં ખાંડ નું પ્રમાણ હોય છે જેનું વધુ સેવન કરવાના કારણે શરીરમાં નાની મોટી બીમારીઓ ઘર કરી જાય છે.
જેમાં યુરિક એસિડનો પણ સમાવેશ થાય છે. મીઠાઈમાં હાજર તત્વ ફુક્ટોઝ યુરિક એસિડમાં ભળે છે ત્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે આ માટે મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ.
આલ્કોહોલનું સેવન ટાળો: આલ્કોહોલમાં ભરપૂર માત્રામાં પ્યુરિન મળી આવે છે. માટે તેનું નિયમિત પણે રોજે આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ વધે છે. આ માટે આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે.
સાઈટ્રિક ફળો ના ખાઓ: ફળો ખાવા શરીર માટે ફાયદાકારક છે. ફળો ખાવાથી શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી આપે છે. આ માટે ફળો ખાટા ના હોય તેવા ખાવા જોઈએ. ખાટા ફળોનું સેવન કરવાથી હસરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે. આ માટે ખાટા ફળોમાં મોસંબી, કીવી, લીબું વગેરેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
જંકફૂડનું સેવન ટાળો: તમને જણાવી દઉં કે જેમને શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જતું હોય તેવા લોકો એ બહારના જંકફૂડનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ. જંકફૂડ ખાવાથી શરીર બગડે છે પરિણામે ઘણા રોગોનો ના શિકાર બનાવે છે.
જો તમે પણ યુરિક એસિડ વધી જવાના કારણે ખુબ જ ચિંતિત છો તો ઉપરોક્ત જણાવેલ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જેથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ કંટ્રોલમાં રહેશે. અને તેના કારણે થતી સાંધા ને લગતી બધી સમસ્યામાં રાહત મળશે.