ચહેરા પર ખીલ થવાના કારણે વ્યક્તિની સુંદરતા ઓછી થઈ જાય છે. પરંતુ આજના સમયમાં દરેક વ્યક્તિની ઇચ્છા સુંદર દેખાવાની હોય છે, આ માટે આજે અમે તમને ચહેરા પરના ખીલને દૂર કરવા માટે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું.
ચહેરા એક કે બે ખીલ હોય તો પણ તેની અસર પર્સનાલીટી પર પડતી હોય છે. આ માટે જ દરેક વ્યક્તિ ચહેરા પર ખીલ ના થાય તેવું વિચારતા હોય છે. તમને જણાવી દઉં કે ખીલ થવાના ઘણા બઘા કારણો પણ હોય છે.
અમુક ઉંમર પછી શરીરમાં હોર્મોન્સ બદલાતા હોય છે જેના કારણે પણ ચહેરા પર ખીલ થવાનું ચાલુ થઈ શકે છે. આ સિવાય વધુ પડતું પ્રદુષણ અને ધૂળ માટીના રજકણો ચહેરા પર ચોંટી રહેવાના કારણે પણ ચહેરા પર ખીલ થતા હોય છે.
ચહેરા પર ખીલ થવાના કારણે ઘણા લોકો અલગ અલગ ટ્રીટમેન્ટ અને દવાઓ સાથે ક્રીમનો પણ સહારો લેતા હોય છે. તેમ છતાં પણ કોઈ પણ ફેર ના પડવાના કારણે વ્યકતિ ખુબ જ પરેશાન અને નિરાશ થઈ જાય છે.
ઘણી વખત છોકરીઓ અને મહિલાઓમાં અનિયમિત પિરિયડ્સ ની સમસ્યા થવાના કારણે તેમના ચહેરા પર ખીલ થતા જોવા મળતા હોય છે. જેના કારણે બહાર નીકળતી વખતે ખુબ શરમ નો સામનો કરવો પડતો હોય છે. આ માટે આજે અમે તમને ચહેરા ના ખીલને દૂર કરવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું.
ખીલ દૂર કરવાનો ઘરેલુ ઉપાય:
એલોવેરાનો ઉપયોગ: એલોવેરા સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે, આ સિવાય તેના જ્યૂસનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમને ચહેરા પર ખીલની સમસ્યા હોય તો તમે તાજા એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરામાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી સેપ્ટિક ગુણ મળી આવે છે, જે સ્કિન પર થયેલ ખીલને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે. આ માટે સૌથી પહેલા એક બાઉલ લઈ લો, તેમાં તાજા એલોવેરાની જેલ નીકાળી લો, ત્યાર બાદ તેમાં હળદર મિક્સ કરી સારી રીતે હલાવી લો,
હવે તે પેસ્ટને ચહેરા પર લગાવીને 5 મિનિટ મસાજ કરો, ત્યાર બાદ તેને 15- 20 મિનિટ રહેવા દો, અને પછી ચહેરાને પાણી વડે ઘોઈ લેવાનું છે, આમ કરવાથી ચહેરા પરની બધી જ ગંદકી દૂર થશે અને ચહેરો સુકાઈ ગયો હોય કે પછી નિસ્તેજ થઈ ગતો તેને જીવંત કરી ચહેરા પરના ખીલને દૂર કરે છે. અને ચહેરાને સુંદરતા પ્રદાન કરે છે.
જો તમે ખીલની સમસ્યાથી ખુબ જ પીડાઈ રહ્યા છો તો એલોવેરાની આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતામાં વઘારો થશે.