હાલના ચાલી રહેલ ઝડપી યુગમાં દરેક વ્યક્તિનું જીવન બેઠાળુ થઈ ગયું છે. તેવામાં પણ અનિયમિત ખાણી પીણીના કારણે ઘણા રોગો થવાની શક્યતા વઘી જાય છે. જેના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. બેઠાળુ જીવન રહેવાના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે જેથી વજન પણ વઘે છે.
વજનમાં વઘારો થવાથી ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. બેઠા બેઠા પેટ બહાર નીકળતું હોય છે. પેટ વઘવાથી ઉઠવા, બેસવા, ચાલવામાં વધુ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જે કોઈ પણ વ્યક્તિને ગમતું નથી. માટે વજન વજન ને કંટ્રોલમાં રાખવું ખુબ જ જરૂરી છે.
વજન વઘારાની સમસ્યા નાની મોટી દરેક વ્યક્તિને રહેતી હોય છે. વજનને ધટાડવા માટે પેટની ચરબીને ઓછી કરવી ખુબ જ જરૂરી છે. આ માટે આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિશે જણાવીશું જેનું સેવન કરવાથી પેટની ચરબી ઉતરી જશે અને વજન પણ કંટ્રોલમાં આવી જશે. આ પીણું વજન ઘટાડવા માટે રામબાણ સાબિત થશે.
વજન ઘટાડવા માટે લીંબુનો ઉપયોગ કરવાનો છે. લીંબુંમા વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે. જે શરીરમાં ભરપૂર એનર્જી આપે છે. આ ઉપરાંત વજન ને ઘટાડવા માટે લીંબુ ખુબ ઉપયોગી સાબિત થશે. લીંબુમાં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો ડ્રિન્ક કઈ રીતે બનાવવું અને તેનું સેવન કયારે કરવું તેના વિષે જણાવીશું.
ડ્રિન્ક બનાવવાની રીત: સૌથી પહેલા તો એક પેનમાં એક ગ્લાસ જેટલું પાણી લઈને હૂંફાળું ગરમ કરી લેવું, ત્યાર પછી તેમાં એક આખા લીંબુનો રસ મિક્સ કરી દેવો, ત્યાર પછી તેને બરાબર હલાવી લેવું, ત્યાર પછી તેમાં બે ચપટી સિંધાલુણ નમક મિક્સ કરવાનું છે, હવે તેમાં એક ચમચી મઘ મિક્સ કરીને હલાવી લો. હવે આ ડ્રિન્ક તૈયાર થઈ ગયું છે.
આ ડ્રિન્ક પીવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગશે. આયુર્વેદમાં પણ આ ડ્રિન્કને વજન ઘટાડવા માટે ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે. આ ડ્રિન્કનું સેવન તમારે સવારે ઉઠીને ખાલી પેટ કરવાનું છે. આ ડ્રિન્કનું સેવન 21 દિવસ સતત કરશો તો તમને ચોક્કસ ફરક જોવા મળશે.
આ ડ્રિન્કમાં રહેલ લીંબુ માં સાઈટ્રિક એસિડ આવેલ હોય છે. જે ચરબીના થરને તોડવામાં મદદ કરે છે. ચરબી ઓગળી જવાથી વજન ઓછું થઈ જાય છે. માટે વજન ધટાડવા માટે લીંબુનું આ ડ્રિન્ક ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ પીણું પીવાથી તમારી 42 ની કમર 28 ની કમર કરી નાખશે.
આ પીણું સેવન કરવાથી આપણા મેટાબોલિઝમમાં વધારો કરે છે જેથી ચરબીને ઓગાળવામાં મદદ મેળવી શકાય છે. જો તમારે પેટની ચરબી, કમરની ચરબીને ઓછી કરી વજન ને ઘટાડવું હોય તો આ ડ્રિન્ક નું સેવન એક વખત જરૂર કરવું જોઈએ. જે તમારા વજનને ઝડપથી ઘટાડવામાં મદદ મેળવી શકાય છે.
આ ડ્રિન્કનું સેવન કરવાથી આપણી રોગપતિકારક શકતી મજબૂત થાય છે. જેથી આપણે અનેક રોગ સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે. જો પીણાંનું સેવન કરવાથી આપણો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. જેથી શરીરમાં થાક અને કમજોરીનો અહેસાસ થતો નથી.
જો તમે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હોય અને વજન ઉતરતું ના હોય તો એક વખત આ ડ્રિન્કનું માત્ર 21 દિવસ સેવન કરી જોવો. તમને ચોક્કસ ફાયદો થશે. આ ડ્રિન્ક ચરબીને થરથર ઘટાડવામાં મદદ કરે છે. કોઈ પણ કસરત કે ડાયટ કર્યા વગર જ વજન ને ઘટાડવા માટે આ ડ્રિન્ક રામબાણ સાબિત થશે.