ધણા લોકોનું વજન વધારે હોય એ લોકો કસરત, યોગા અને કેટલાક ધરેલું ઉપાય કરે છે. પરંતુ ધણા લોકો વજન વધારવા માટે અનેક પ્રયત્ન કરતા હોય છે. આવા લોકો વજન વધારવા માટે પ્રોટીન પાવડર અને દવાનો ઉપયોગ કરે છે. પરંતુ હેલ્ધી ખોરાક ખાવથી પણ વજન વધારી શકાય છે.
જો તમે જમતી વખતે પાણી પીવો છો તો તમારી ભૂખ ઓછી થઈ જશે. તેથી જમતી વખતે પાણી ન પીવું જોઈએ. જો તમારે ઝડપથી વજન વધારવું હોય તો તમારે પ્રોટીન વારો ખોરાક વધારે પ્રમાણમાં ખાવો જોઈએ અને સાથે કસરત અને યોગા પણ કરવા જોઇએ.
પ્રોટીન યુક્ત ખોરાક ખાવાથી વજન વધે છે. તમારે દૂધ, ચીજ, બટર, ખજૂર, ડ્રાય ફ્રુડ અને બીટ વધારે ખાવું જોઈએ. જો તમે રોજ દૂધ સાથે કેળાંનું સેવન કરો તો એ વજન વધારવા માં ખુબજ મદદરૂપ થાય છે.
આપણે વજન વધારવા માટે ઘણું બધું ખાઈ લઈએ છીએ તેમ છતાં આપણે વજન વધારી નથી શકતા. વજન વધારવા માટે શું ખાવું તેના વિશે જણાવીએ.
ઘણા બધાલોકોને શિયાળાની ઋતુ નથી ગમતી કારણકે શિયાળામાં શરદી, ઉધરસ જેવી બીમારી થતી હોય છે.પરંતુ શિયાળામાં ફ્રેશ શાકભાજી, ફ્રેશ ફળ, ડ્રાય ફ્રૂટ ખાવાથી આપણે ખૂબ સરળતાથી વજન વધારી શકાય છે.
વજન વધારવા શું ખાવું :-
૧) કેળાં અને દૂધનું સેવન : રોજ સવારે એક કેળાનું સેવન કરવાથી વજન વધારવામાં ફાયદો થાય છે. કેળાંમાં સારી માત્રામાં કેલરી હોય છે. જો તમે દૂધમાં એક કેળાંને નાખીને જો ખાવામાં આવે તો તમારું વજન ખૂબ જ ઝડપથી વધારવામાં ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
૨) અંજીર અને કિસમિસનું સેવન : જો તમે અંજીર અને કિસમિસનું સેવન રોજ કરવાથી ખૂબ ફાયદાકારક છે. જો તમે 4 અંજીર અને 20 ગ્રામ કિસમિસ ને રાત્રે પાણીમાં પલાળી દેવા અને એને સવારે ઉઠીને સેવન કરવાથી વજન વધારવામાં ખુબજ ફાયદો થાય છે.
3) કાજૂ નું સેવન કરવું :- જો તમે રોજ યોગ્ય પ્રમાણમાં કાજૂ નું સેવન કરો તો ખુબ જ સરળતાથી વજન વધારી શકાય છે. કાજૂ ની અંદર ખૂબ જ સારી માત્રા માં હાઈ કેલરી અને ફેટ્સ આવેલું છે. જો તમે કાજૂને ઘી માં શેકી ને સેવન કરવા માં આવે તો વજન વધારવા માં ખુબજ ફાયદો થાય છે.
૪) દેશી ધી નું સેવન :- જો તમે રોજિંદા જીવન માં બને એટલું વધારે દેશી ધી ખાવું જોઈએ. તમે ધણી બધી વસ્તુમાં દેશી ધી નાખીને સેવન કરી શકાય. જો તમે અડદિયા પાક માં પણ દેશી ધી નો ઉપયોગ કરીને બનાવી શકો જેથી તમને ઘણો ફાયદો થશે.
જો તમે રોજ કસરત અને વ્યાયામ કરો તો તમારા શરીરની માંસપેશીઓમાં પરીવર્તન આવે છે. જેથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો નિકાળી શરીરમાં સ્ટેમિનાર વધારે છે.