આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ઘણા લોકોને વારંવાર ગેસ અને અપચાની સમસ્યા થતી હોય છે. તેની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમકે, વધારે પડતું તળેલું, વધારે પડતું તીખું, અનિયમિત દિનચર્યા, બહારના જંકફૂડ આ બધું ખાવાથી અપચાની સમસ્યા થતી હોય છે. મોટાભાગના દરેક લોકોને આની આદત પડી ગઈ હોય છે.

ઘણા લોકોની આદત હોય છે કે જમ્યા પછી સુઈ જવાની તેમને ખાવાનું પચતું નથી. અથવા ઘણા લોકો જમ્યા પછી બેસી રહે છે તેમને પણ પચવામાં સમસ્યા થતી હોય છે. જો તમને પાચન ની સમસ્યા થી પરેશાન છો અને જમ્યા પછી ચાલવા જવાની સમય નથી તો તમે જમ્યા પછી માત્ર 5-10 મિનિટ માટે આ આસન કરી લેશો તો પાચન ની સમસ્યા દૂર થઈ જશે.

અમે તમને જે આસન કરવાની વાત કરીયે છીએ તેનું નામ વજ્રાસન છે. આ આસન ખુબ જ સરળ છે. જે કરવાથી તમારી પાચન ક્રિયા મજબૂત થશે. અને બીજા અનેક ફાયદા પણ થશે. તેના ફાયદા અને શું સાવચેતી રાખવી તેના વિશે પણ વધુ માહિતી આપીશું.

તમારે જમ્યાં પછી જ આ આસન કરવું જેથી તમારી પાચન ક્રિયાને સુઘારશે. અને તેની સાથે તમારું શરીર સ્થિર અને મજબૂત બનશે. આ આસન થી પાચનક્રિયા માં વધારો કરે છે અને ગેસ, અપચો, કબજિયાત ની સમસ્યામાં રાહત મળે છે.

જો તમે પણ આ આસન દરરોજ કરો તો તમારા ખભા અને કરોડરજ્જુ એકદમ સીધા રહે છે. આ ઉપરાંત તમારા પગના સ્નાયુઓ મજબૂત થાય છે. અને શરીરનું લોહીનું પરિભ્રમણ ખુબ જ સારું બને છે.

આસન કરવાની રીત : સૌથી પહેલા નીચે સાદડી પાથરી લો, ત્યારબાદ જમીન પર બેસીને બંને પગને પાછળની તરફ વાળી દેવા, ઘૂટણને આગળ રાખો અને નીચે બેશો. તમારા પગના બંને અંગુઠા જોડે રાખો, ત્યારપછી તમારા બંને હાથ ઘુંટણ ઉપર રાખી દો,

અને કરોડરજ્જુ સીધું રહે તે રીતે ટટાર બેશો. અને ત્યારબાદ ઊંડો શ્વાસ લેવી અને ઘીરે ઘીરે બહાર બહાર નીકળો. આવી રીતે 5 -10 મીનિટ આ આસન કરવાનું છે. દરરોજ આ આસન કરવાથી ચોક્કસ ફાયદો થશે.

વજ્રાસન કરતા ઘ્યાનમાં રાખવું : આસાન કરતી વખતે શરીરને પાછળની તરફ વધારે ના ખેંચવું. માત્ર શરીરને સીધું રાખવું. આસન કરતી વખતે ઘ્યાન કેન્દ્રીત રાખવું, જેથી તન અને મન શાંત થશે. આસાન જમ્યા પછી જ કરવું. જેથી ખોરાક સરળતાથી પચી શકે. આસન સમય અનુસાર ઘીરે ઘીરે વધારી શકો.

અમે તમને દરરોજ આવા યોગ અને હેલ્થ ટિપ્સ વિશે વધુ માહિતી આપતા રહીશું. અમારા સાથે જોડાઈ રહેવા માટે ખુબ ખુબ આભાર.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *