આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

અત્યારના સમયમાં દરેક વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. વાળ ખરવાના અનેક કારણો હોય છે. વાળ ખરી જવાના કારણે આપણી ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. જેના કારણે ઘણા લોકો મજાક પણ ઉડાવતા હોય છે.

એવામાં આપણા વાળને સ્વસ્થ રાખવા અને ખરતા અટકાવા ખુબ જ જરૂરી છે. વાતાવરણમાં થતા બદલાવ કે આપણી અનિયમિત ખાણી-પીણીના કારણે મોટાભાગે વાળ ખરવાની સમસ્યા થતી હોય છે.

હાલના સમયમાં દરેક વ્યક્તિ વાળમાં મોંઘી કેમિકલ વાળી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તે થોડા સમય માટે સારું લાગે છે. પરંતુ તેનાથી લાંબા સમયે વાળને નુકસાન થઈ શકે છે. માટે આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે.

તેલથી માલિશ: વાળ ને સ્વસ્થ અને હેલ્ધી બનાવવા માટે વાળમાં તેલથી માલિશ કરવી યોગ્ય છે. માટે વાળને નારિયેળનું તેલ અથવા બદામનું તેલ લઈને વાળના મૂળમાં હળવા હાથે માલિશ કરવી. વાળ માટે આ બંને તેલ જ વાપરવા જોઈએ. આ બંને તેલ વાળને પૂરતું પોષણ આપે છે.

માટે આ તેલથી વાળમાં માલિશ કરવાથી એક મહિનામાં જ વાળ ખરતા બંઘ થઈ જશે અને વાળ એકદમ મજબૂત થઈ જશે. આ સૌથી સરળ અને બેસ્ટ ઉપાય છે. જે દરેક વ્યક્તિ સહેલાઈથી કરી શકે છે.

આમળા: વાળ ખરવાનું મુખ્ય કારણ વિટામિન-સીની ઉણપ હોય છે. આમળામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે આમળાનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત આમળાનો જ્યુસ બાનવીને પણ પી શકો છો. આમળાનું સેવન કરવાથી વાળ મજબૂત અને ખરતા અટકાવી દેશે.

ડુંગળીનો રસ: ડુંગળીના રસનો ઉપયોગ કરીને વાળને ખરતા અટકાવી શકાય છે. ડુંગળીમાં સલ્ફરનો સ્ત્રોત ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે વાળમાં ડુંગળીનું તેલ લગાવવું જોઈએ. જેથી વાળ ખરતા બંઘ થઈ જાય છે અને વાળને મૂળમાંથી મજબૂતી આપે છે. માટે વાળનો ગ્રોથ પણ કરે છે.

એલોવેરા: એલોવેરા માં એન્જાઈમ નામનું તત્વ મળી આવે છે. જે વાળના વિકાસ માટે લાભદાયક છે. માટે વાળ ને ખરતા અટકાવવા માટે એલોવેરા જ્યૂસનું સેવન કરવું ખુબ જ યોગ્ય માનવામાં આવે છે. જેથી વાળ મજબૂત અને લાંબા થઈ શકશે.

ઉપર જણાવેલ ઉપાય નો ઉપયોગ કરવાથી વાળ ખરતા બંઘ થાય છે. આ ઉપરાંત વાળ ને સ્વસ્થ રાખવા માટે દરરોજ યોગા, કસરત અને વઘારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જે વાળને મજબૂતી આપવામાં પણ મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *