વરિયાળી શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. વરિયાળી દરેકના ઘરે મળી આવે છે, જેનો ઉપયોગ મુખવાસ કે વિવિધ વાનગીઓમાં બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં ખુબ જ પ્રમાણમાં ઔષધીય ગુણો મળી આવે છે. મોટાભાગે દરેક વ્યક્તિને વરિયાળી ખાવી ખુબ જ ગમે છે.
પરંતુ ઘણા લોકો વરિયાળી ખાવાના ફાયદા જાણતા નથી જેના કારણે વરિયાળી નું સેવન કરતા નથી હોતા. વરિયાળીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમકે મગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ઝીંક, વિટામિન-કે, વિટામિન-ઈ, પોટેશિયમ, ફાયબર જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે.
વરિયાળી ખાવાથી વાત, પિત્ત અને કફ નિયંત્રણમાં રહે છે, વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા રોગોનો સફાયો કરે છે, આ માટે આજે અમે તમને વરિયાળી ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. આ માટે રોજે ભોજન પછી એક ચમચી વરિયાળી મુખવાસ માં ખાવાની છે.
ખોરાકને પચાવે: શરીરને આજીવન માટે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા ખાધેલ ખોરાકને પચાવવું ખુબ જ જરૂરી છે. આ માટે ખોરાકને પચાવવા માટે રોજે ભોજન પછી એક ચમચી વરિયાળી ખાવી જોઈએ. જે મંદ પડી ગયેલ પાચનક્રિયાને સુધારી ને ખોરાકે પચાવે જેના કારણે પેટ એકદમ સાફ રહે છે.
તેમાં ભરપૂર માત્રામાં ફાયબરનો સ્ત્રોત હોય છે જે ખોરાકને પચાવવાની કાર્ય ક્ષમતામાં વધારો કરે છે. જેથી પેટને લગતા રોગો જેમ કે ગેસ, અપચો, કબજિયાત, એસિડિટીને મૂળમાંથી ગાયબ કરવામાં મદદ કરે છે.
વજન ઓછું કરે: વજન ને નિયત્રંણમાં રાખવા માટે વરિયાળી ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે રોજે ભોજન પછી પણ એક ચમચી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત વરિયાળીનો પાવડર બનાવી હૂંફાળા પાણી સાથે સવારે લેવાથી પણ વજન ઓછું કરી શકાય છે.
ચહેરાને નિખારે: દરેક વ્યક્તિ પોતાના ચહેરાને નિખાર લાવવા મેઈ અનેક પ્રકારના પ્રોડક્ટ અને ઉપાય કરતા હોય છે, પરંતુ જો તમે રોજે ભોજન પછી એક ચમચી વળીયાળી ખાઈ લેશો તો લોહી શુદ્ધ રહેશે જેના કારણે સ્કિન પર નેચરલી નિખાર આવવા લાગશે અને તમે સુંદર અને જવાન દેખાશો.
મોં ની દુર્ગધ દૂર કરે: મોં માં આવતી ખરાબ વાસને દૂર કરવા માટે વરિયાળી ખુબ જ સારું પરિણામે આપે છે. વરિયાળીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મોં માં રહેલ હાનિકારક બેકેરીયાનો નાશ કરે છે જે મોં માં આવતી ખરાબ દુર્ગધ ને દૂર કરે છે આ માટે રોજે ભોજન પછી વરિયાળી ખાવી જોઈએ.
આંખો સ્વસ્થ રાખે: તેમાં વિટામિન-એ મળી આવે છે આંખોને ખુબ જ જરૂરી વિટામિન છે જે વરિયાળીમાં સારી માત્રામાં હોય છે માટે તેને નિયમિત પણે ખાવાથી આંખોની કમજોરી દૂર થાય છે અને આંખોની રોશની વધશે છે.
યાદશક્તિ વઘારે: જેમને ભૂલવાની બીમારી હોય કે પછી કઈ વાંચેલું યાદ ના રહેતું હોય તો બદામ, વરિયાળી અને સાકર ને સરખા ભાગે લઇ મિક્સરમાં ક્રશ કરી ચૂરણ પાવડર બનાવી લો, તેની એક ચમચી રોજે એક ગ્લાસ દૂધમાં નાખીને રાતે સુવાના પહેલા પી જવાનું છે જે ભૂલવાની બીમારીને દૂર કરી યાદશક્તિમાં વધારો કરશે.