શરીરને સ્વસ્થ્ય અને ફિટ રાખવા માટે આપણે બધું કરીએ છીએ. વાસ્તવમાં શરીરને સ્વસ્થ્ય અને ફિટ રાખવા માટેજુદા જુદા વિટામીનનું ખુબજ મહત્વ છે. શરીરમાં વિટામીનની ઉણપથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે પોષણની જરૂર હોય છે અને વિટામિન્સ અને મિનરલ્સ શરીરને જરૂરી પોષણ પૂરું પાડવા માટે કામ કરે છે.

વિટામિન્સ હાડકાંને મજબૂત કરવા, શરીરને એનર્જી આપવા અને અનેક શરીરમાં થતી અનેક નાની મોટી બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે કયું વિટામિન જરૂરી છે તેવો ઘણા લોકોના મનમાં પ્રશ્ન થયા કરે છે. તો અહીંયા તમને કેટલાક જરૂરી વિટામિન્સ વિશે જણાવીશું જે વિટામિન્સ તમારે તમારા આહારમાં સામેલ કરવા જોઈએ.

વિટામિન સી: વિટામિન સી એ સૌથી મહત્વપૂર્ણ વિટામિન્સમાંનું એક છે જે આપણને ખાટા ફળોમાંથી આસાનીથી મળી રહે છે. વિટામિન સી માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં જ નહીં, પરંતુ તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે.

વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં સાઇટ્રસ ફળો, જામફળ, પપૈયું, કિવી, નાંરગી, મોસંબી, દ્રાક્ષ, પાઈનેપલ, સ્ટ્રોબરી, રાસબરી, પ્લમ, આમળાં, દાડમ અને શાકભાજી માં ગાજર, કોબિઝ, ફલાવર, ટામેટાં, બટાકા. લીબું નો સમાવેશ કરી શકો છો.

વિટામિન કે : વિટામિન કે ની ઉણપથી શરીરમાં નબળાઈ આવે છે. વિટામિન કેની ઉણપથી લોહી પાતળું થવું, રક્ત સ્ત્રાવ થવો અને આંતરડાનો સોજો આવી જાય છે. વિટામિન કેની ઉણપને દૂર કરવા માટે તમે તમારા આહારમાં પાલક, મૂળા, ગાજર, ઘઉં, સોયાબિનનું તેલ, દૂધ, લીલાં શાકભાજી, લીંબુ, ચોખાં, ઘી, સતરાં, રસદાર ફળોનો સમાવેશ કરી શકો છો.

વિટામિન ડી: વિટામિન ડી શરીરમાં હાડકાં બનાવવામાં અને એને જાળવવામાં મદદ કરે છે. આ સિવાય તે આંતરડાં અને હૃદય ઉપર પણ અસર કરે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે બધા જ પ્રકારના વિટામિનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે.

પરિણામ આજના સમાત્મા મોટાભાગના લોકોમાં હાડકાં નબળાં પડવા અને તૂટવાની સમસ્યા જોવા મળે છે. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યકિરણો છે. આ સિવાય ગાજર, ટામેટાં, નારંગી, લીલા શાકભાજી, નારિયેળ, માખણ, પપૈયું, દહીં, ઘી, બીટ અને મૂળામાંથી મળે છે.

વિટામિન ઇ: વિટામિન ઇમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે જે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાન સામે રક્ષણ કરવામાં અને ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. લોહીમાં લાલ રક્તકણોને બનાવવાનું કામ વિટામિન ઇ કરે છે.

વિટામિન ઇ ના અભાવથી બાળકો અને વૃદ્ધોને મગજની નસો કે ન્યુરોલોજિકલ સમસ્યા થઈ શકે છે. વિટામિન ઇ ની ઉણપ દૂર કરવા ઘઉં, જવ, ખજૂર, ચણા, લીલાં શાકભાજી, મલાઈ, માખણ, વનસ્પતિ તેલ, સન ફ્લાવર અને મકાઈના તેલનો ઉપયોગ કરી શકો છો.

વિટામિન એ: વિટામિન એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા ઉપરાંત, પાચનને સારું રાખવામાં અને આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તેની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ, ઈંડા અને ચીઝનું સેવન કરી શકો છો.

વિટામિન બી: વિટામિન બી શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન બીની ઉણપને દૂર કરવા માટે તમે તમારા આહારમાં દહીં, દૂધ, સોયા પ્રોડક્ટ્સ, ચીઝ, કેળા જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *