શરીરને સ્વસ્થ રહેવા માટે તમામ વિટામિન્સની જરૂર હોય છે, પરંતુ જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો. જો કે, તમે આહારમાં ફેરફાર કરીને વિટામિન્સની ઉણપને પુરી કરી શકો છો.
તો આજે અમે તમને વિટામિન-બી12 વિશે જણાવીશું કે આ પોષક તત્વોની ઉણપથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે અને આ વિટામિનની ઉણપ દૂર કરવા શું ખાવું જોઈએ.
વિટામીન-બી12 ની ઉણપથી આ સમસ્યાઓ થઇ શકે છે : વિટામીન-બી12 ની ઉણપથી થાક, ઉબકા, વજન ઘટવું, ત્વચાનો રંગ પીળો થવો, માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થવું, દૃષ્ટિમાં ઘટાડો થવો, હાડકાનો રોગ.
શરીરમાં વિટામિન-બી12 ની ઉણપને દૂર કરવા માટે, તમે આહારમાં કેટલીક ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. તો આવો જાણીએ આ હેલ્ધી ફૂડ્સ વિશે.
1. બ્રોકોલી ખાઓ : બ્રોકોલી વિટામિન-બી12 અને ફોલેટથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. આ પોષક તત્વોની ઉણપને દૂર કરવા માટે તમે બ્રોકોલીનું સેવન કરી શકો છો.
2. ડેરી ઉત્પાદનોનું સેવન કરો : ડેરી ઉત્પાદનો એટલે કે દૂધ, દહીં, પનીરમાં વિટામિન-બી12 સહિત ઘણા પોષક તત્વો હોય છે. તેના નિયમિત સેવનથી તમે વિટામિન-બી12ની ઉણપને પૂરી કરી શકો છો.
3. ઇંડા ખાઓ : ઈંડામાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન-બી12 સારી માત્રામાં હોય છે. શરીરમાં આ વિટામિનની ઉણપને દૂર કરવા માટે, તમે દરરોજ બાફેલા ઈંડાનું સેવન કરી શકો છો.
4. માછલી ખાઓ : માછલીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. તેના ઉપયોગથી વિટામિન-બી12ની ઉણપ દૂર કરી શકાય છે. તમે આહારમાં સૅલ્મોન માછલીનો સમાવેશ કરી શકો છો, તે વિટામિન-બી12નો સમૃદ્ધ સ્ત્રોત છે.