આપણા શરીરમાં વિટામિન બી-૧૨ નું કામ રેડ બ્લડ સેલ્સ નું નિર્માણ કરવાનું છે. વિટામિન બી-૧૨ ની ઉણપથી તમારા શરીરમાં કમજોરી આવે, થાક લાગે, આંખે અંધારા આવે વાળ નાની ઉંમરમાં સફેદ થાય, દાઢી ના વાળ સફેદ થવા માંડે, કબજિયાતની સમસ્યા થાય આવી શરીર ને લગતી ઘણી બધી નાની મોટી સમસ્યાઓ થઇ શકે છે.

આ સાથે સાથે શરીરનું બંધારણ પણ નબળું પડે, શરીરનો બાંધો નબળો પડે, વજન પણ ઘટવા લાગે અને ભૂખ પણ ઓછી લાગે. તો આ હતા વિટામિન બી-૧૨ ની ઉણપના લક્ષણો. હવે આપણે જોઈએ એવા ફૂટ વિષે જેની અંદર થી તને જિંદગીભર વિટામીન બીટવેલ મળી રહેશે.

આ દરેક ફૂટ આપણા ભારતની અંદર ભરપૂર માત્રામાં મળે છે, પરંતુ ઘણા ઓછા લોકો આ ફૂટ ને ખાતા હોય છે. તો ચાલો જણાએ આ વસ્તુઓ વિષે જેમાં વિટામિન બી-૧૨ ભરપૂર માત્રામાં છે. આમ તો બધા જ પ્રકારની માસાહારી વસ્તુઓમાંથી વિટામિન બી-૧૨ મળે છે પણ આપણે માત્ર ને માત્ર શાકાહારી વસ્તુઓ વિશે તમને જણાવીશું કારણ કે આપણે ગુજરાતી લોકો શાકાહારી ખાવાના શોખીન છીએ.

સૌથી પહેલી વસ્તુની વાત કરીએ જેની અંદર વિટામીન બીટવેલ ભરપૂર માત્રામાં રહેલું છે અને તે વસ્તુ આપણે લોકોએ ખાવી જોઈએ છે એટલે “દૂધ“. ગાયનું દૂધ આપણા હાડકા મજબુત કરે છે, આપણા શરીરમાં કેન્સરના કણોનો નાશ કરે છે, વાળ ખરતા અટકાવે, આપણી આંખો માટે, આપણા શરીર માટે, શરીરના બંધારણ માટે, ભૂખ વધારવા માટે અને જે લોકોને વધારે કમજોરી રહે છે જેવા લોકોમાં વિટામિન બી-૧૨ની ઉણપને પૂર્ણ કરવા માટે સૌથી પહેલી વસ્તુ દૂધ લેવાનું છે.

બીજી વસ્તુ માં દૂધથી બનેલી તમામ વસ્તુઓ આપણે ખાવી જોઈએ. દૂધથી બનેલી વસ્તુઓની વાત કરીએ તો તેમાં તમે માખણ, ઘી, પનીર આવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે કે જે દૂધ માંથી બને છે તે તમે ખાઈ શકો છો.

તમે બપોરે એક વાટકી દહીં ખાઈ શકો, પનીરને તમે સબ્જી બનાવીને તમે અઠવાડિયામાં એક વખત ખાઈ શકો અથવા તમે પનીરને કાચું પણ ખાઈ શકો છે. આ બધી અલગ અલગ વસ્તુઓ છે એની અંદરથી તમને વિટામીન બીટવેલ ભરપૂર માત્રામાં મળે છે.

ત્રીજી વસ્તુ કે જે તમારા માટે થોડી મોંઘી હોઈ શકે પણ એ ખૂબ જ ઉપયોગી છે. તમારે અઠવાડિયે થોડા થોડા કાજુ, બદામ, દ્રાક્ષ, અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ ખાવાના છે. આ તમામ ડ્રાય ફ્રૂટ ની અંદર ભરપૂર માત્રામાં મોટાભાગના બધા વિટામિનો જેમાં વિટામીન બીટવેલનો પણ સમાવેશ થાય છે.

ચોથી વસ્તુ એક ફ્રૂટ છે. આ ફ્રુટ એટલે કે કેળા. કેળાની અંદર વિટામીન બીટવેલ સારી માત્રામાં છે. ઉપરાંત તેમાં ,પોટેશિયમ જેવા ઘણા બધાં તત્વો છે ઘણા બધા વિટામિન પણ અંદર રહેલા છે આપણા પેટને સાફ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. વજન વધારવા માટે અથવા તો શરીરને મજબૂત કરવા માટે કેળા ખાવા એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

પાંચમી વસ્તુ છે પાલક. પાલકની અંદર વિટામિન સી, વિટામિન બી, વિટામીન એ, વિટામીન બીટવેલ પણ ભરપૂર માત્રામાં રહેલું છે. એટલા માટે પાલક ખાવું તમારા માટે ઉપયોગી છે. આ ઉપરાંત પાલક આપણી આંખોની રોશની વધારવા માટે, ચશ્મા દૂર કરવા, વાળને વધારવા અને ખરતા વાળને અટકાવવા માટે પાલક પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.

છઠ્ઠી વસ્તુ ચોખા. ચોખા એટલે કે ભાત ખાવાથી વિટામીન બીટવેલ ની ઉણપ પૂર્ણ થઈ શકે. એટલે તમારે એક અથવા બે ત્રણ દિવસે એક વખત દાળ અને ભાત ખાવા જોઈએ જેનાથી શરીરમાં પ્રોટીન પણ સારી માત્રામાં મળે અને વિટામિન બી-૧૨ની ઊણપ પણ તમારી પૂર્ણ થાય.

સાતમી વસ્તુ એટલે સોયાબીન. સોયાબીનનો ઉપયોગ તમે ઘરમાં ઘણી બધી રીતે, ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં કરી શકો છો. તમે કદાચ સોયાબીનનો ઉપયોગ સબ્જી બનાવવા પણ કર્યો હશે. સોયાબીનની અંદર વિટામિન બી-૧૨ ભરપૂર હોય છે.

આઠમી વસ્તુ એટલે અલગ અલગ પ્રકારની દાળો છે. આ દાળોમાં અડદની દાળ, મગની દાળ, તુવેરની દાળ આવી કોઈ પણ પ્રકારની દાળમાં થોડું થોડું વિટામીન બીટવેલ મળી આવે છે જે તમારા શરીરમાં વિટામિન બી-૧૨ની ઉણપને દૂર કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *