દરેક વ્યક્તિ સ્વસ્થ રહે તેવું ઈચ્છે છે, તેટલા માટે વ્યક્તિ પોતાના ખોરાકમાં અનેક વસ્તુઓનો સમાવેશ કરે છે. તેવામાં એવા કેટલાક ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણો બધો ફાયદો થાય છે, આપણા શરીરને ઘણા બધા પોષક તત્વો ની જરૂર પડે છે.
તેવામાં આપણા શરીરમાં બી -7 હોવું પણ ખુબ જ જરૂરી છે. જે વિટામિનને બાયોટિન કહેવામાં આવે છે, જે ચયાપચની ક્રિયાને ખુબ જ ઝડપી બનાવે છે. તે શરીરના કોષોનું નિર્માણ કરે છે, જે જે વાળ, ત્વચા અને નખ સંબધિત સમસ્યા માટે ખુબ જ ફાયકારક માનવામાં આવે છે.
આપણા શરીરમાં બી-7 ની કમી થઇ જવાના કારણે પીપલ્સ, ખીલ, ફોલ્લીઓ, આંખો સુકાઈ જવી, ભૂખ ખુબ જ ઓછી લાગવી, સ્કિન ઈન્ફેક્શન, વાળને લાગી સમસ્યા જેવી કે વાળ ખરવા, વાળ તૂટી જવા, ટાલ પડવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
આજના સમયમાં વધારે પ્રદુષિત વાતાવરણ અને અનિયમિત ખાણ પાન ના કારણે વાળને લગતી અનેક સમસ્યાઓનો સામનો સૌથી વધુ કરવો પડી રહ્યો છે. તો તમારે આહારમાં બાયોટિન થી ભરપૂર વિટામિન-બી 7 નો સમાવેશ ચોક્કસ કરવો જોઈએ. જેથી વાળ, જાડા, મજબૂત અને ખરતા અટકી જશે. આ માટે અમે તમને બાયોટિનથી ભરપૂર હોય તેવા આહાર વિષે જણાવીશું.
ડેરી ઉત્પાદન વાળી વસ્તુ ખાવી: ડેરી ઉત્પાદન વાળી વસ્તુઓ માં ખુબ સારી માત્રામાં બાયોટિન મળી આવે છે, જેમ કે, દૂધ, દહીં, પનીર ચીજ વગેરે વસ્તુને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી વિટામિન-બી 7 મળી રહે અને વાળને લગતી સમસ્યા અને આંખો સુકાઈ જવાની સમસ્યાથી છુટકાળો મેળવી શકાય.
લીલા શાકભાજી: લીલા શાકભાજીમાં પાલક અને બ્રોકોલી ખાવી જોઈએ જેમાં આયર્ન, વિટામિન-આ, વિટામિન-સી, વિટામિન બી 7 જેવા પોષક તત્વો મળી આવે છે, જે ત્વચાને ગ્લો લાવવા અને વાળને ખરતા અટકાવી વાળનો ગ્રોથ વઘારશે.
ઈંડા ખાવા જોઈએ: બાયોટિનથી સમૃદ્ધ ઈંડા છે જેમાં પ્રોટીન, વિટામિન-બી 7, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા તત્વો મળી આવે છે. આ ઉપરાંત વિટામિન-ઈ વિટામીન ડી થી સમૃદ્ધ છે, માટે ઈંડાને આહારમાં સમાવેશ કરવાથી ખરતા વાળને અટકાવી વાળનો ગ્રોથ વધારવામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.
મશરૂમ ખાવું: મશરૂમમાં ખુબ જ ઓછી કેલરી મળી આવે છે, આ ઉપરાંત એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે, મશરૂમ બાયોટિકથી સમૃદ્ધ છે, જે ત્વચાના સેલને ડેમેજ થતા અટકાવશે અને ત્વચાને સ્વસ્થ બનાવી રાખશે, જે મશરૂમ મગજ અને હાડકાને તંદુરસ્ત બનાવી રાખે છે.
આ સિવાય આપણે કેળા, સેલ્મન માછલી જેવી વસ્તુ ખાવી જોઈએ, આપણે આપણા આહારમાં રોજિંદા જીવનમાં પોષક તત્વોથી ભરપૂર હોય તેવા આહારનો સમાવેશ કરવો જોઈએ. જેથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે અને અનેક નાની મોટી સમસ્યાઓ માંથી છુટકાળો મેળવી શકાશે.