શરીરમાં થતા અનેક રોગોથી બચવા રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. જેથી શરીરમાં થતા વાયરલ કે ચેપ રોગથી બચવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો બીમાર પડવાનું જોખમ ખુબ જ ઓછું થઈ જાય છે.
શિયાળામાં ઘણા બધા ફળો મળી આવે છે, જેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આપણે જયારે બીમાર પડીયે ત્યારે પણ ડોક્ટર આપણે ફળો ખાવાની સલાહ આપે છે. કારણકે ફળનું સેવન કરવાથી ઈમ્યૂનિટી વઘે છે.
નાની મોટી બીમારીમાં સીઝનમાં મળતા ફળો ખાવાથી જલ્દીથી રિકવરી આવે છે. ખાટા ફળો ખાવા આરોગ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં વિટામિન-સી જેવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે.
આ માટે રોજિંદા આહારમાં વિટામિન-સી થી ભરપૂર ફળનો સમાવેશ કરવો જોઈએ. તો ચાલો જાણીએ કે શિયાળાની ઠંડીની સીઝનમાં ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ.
મોસંબી ખાઓ: મોસંબી ખાવામાં ખાટી અને ખુબ જ ટેસ્ટી લાગે છે. મોસંબીમાં ફાયબર, વિટામિન-સી જેવા પોષક તત્વો થી ભરપૂર છે. આ સાથે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે જે લોહીમાં રહેલા શુદ્ધિઓને દૂર કરી લોહીને શુદ્ધ કરે છે. તેનું નિયમિત ખાવાથી વિટામિન-બી, વિટામિન-ડી અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.
જામફળ ખાઓ: લાલ જામફળ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ખટમીઠાં લાગે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. જે ઈમ્યુનિટીને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. તેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. જે વજનને ઓછું કરવામાં મદદ કરે છે. આ માટે શિયાળામાં લાલ જામફળનું સેવન કરવું જોઈએ.
કીવી ખાઓ: કીવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. કીવીમાં વિટામિન-સી જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. કીવી દેખાવમાં ચીકુ જેવું હોય છે. તે ફળ ખાટું હોય છે પરંતુ તે ખાવાથી શરીરમાં ઘટેલા કાઉન્ટને વઘારવામાં મદદ કરે છે. કીવીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ માટે કીવી ખાવાથી અનેક રોગ સામે લડવાની ક્ષમતા વઘારે છે.
પાઈનેપલ ખાઓ: પાઈનેપલમાં વિટામિન અને ખનીજનો સ્ત્રોત ભરપૂર મળી આવે છે. જે રોગપ્રતિકારક શક્તિ વઘારવા સિવાય હાડકાને પણ મજબૂત કરવામાં મદદ કરે છે. નિયમિત રૂપે પાઈનેપલને ડાયટમાં સામેલ કરવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ સિવાય તમારે સીઝનમાં મળતા ફળો પણ ખાવા જોઈએ. દરરોજ એક ફળ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ફળો ખાવાથી કરવાથી શરીરની ઈમ્યુનિટી જળવાઈ રહે છે અને બીમારીનું જોખમ ઘટી જાય છે.