આધુનિક સમયમાં સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લો અને દરરોજ કસરત કરો. ખોરાકમાં બેદરકારીને કારણે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થાય છે. તેના કારણે મેટાબોલિક સિન્ડ્રોમ, ડિપ્રેશન અને ડિમેન્શિયા જેવા રોગો થાય છે. આ સાથે જ, વિટામિન-ડીના અભાવને કારણે, હાડકાં નબળા પડી જાય છે.
વિટામિન-ડીનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ માટે ડોકટરો સૂર્યસ્નાન કરવાની ભલામણ કરે છે. આ સિવાય તમે આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરીને વિટામિન-ડીને વધારી શકો છો. આવો જાણીએ.
મશરૂમ ખાઓ : ડૉક્ટરો ડાયાબિટીસના દર્દીઓને વધતી સુગરને નિયંત્રિત કરવા માટે મશરૂમ ખાવાની સલાહ આપે છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સિવાય મશરૂમમાં વિટામિન-ડી પણ જોવા મળે છે. આ માટે મશરૂમને ડાયટમાં સામેલ કરી શકાય છે. જો કે, જંગલોમાં જોવા મળતા મશરૂમ્સમાં વધુ વિટામિન ડી જોવા મળે છે.
ઇંડા ખાઓ : ઈંડામાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ માટે ઈંડાને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. પ્રોટીન ઉપરાંત તેમાં જરૂરી પોષક તત્વો વિટામિન ડી પણ જોવા મળે છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો તમે દરરોજ ઈંડાનું સેવન કરી શકો છો. તેના ઉપયોગથી વિટામિન ડી વધે છે.
ગાયનું દૂધ પીવો : ગાયનું દુધ તમારી દૈનિક વિટામિન ડીની જરૂરિયાતના 20 ટકા ભાગ પૂરો કરવાનો શ્રેષ્ટ વિકલ્પ છે. ગાયના દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-ડી અને રિબોફ્લેવિન મળી આવે છે. તેના ઉપયોગથી હાડકાં મજબૂત થાય છે. તેની સાથે વિટામિન ડીની ઉણપ પણ પૂરી થાય છે. આ માટે દરરોજ ગાયના દૂધનું સેવન કરો.
સંતરા: સંતરામાંથી ભરપૂર માત્રામાં વિટામિન ડી હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન સીની માત્રા ખૂબ સારી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. નાસ્તામાં રોજ તાજા સંતરાનો જ્યુસ સામેલ કરવાથી તમને દિવસભર સ્ફુર્તિનો અહેસાસ થશે.
સૅલ્મોન માછલી ખાઓ : વિટામિન-ડીની ઉણપને દૂર કરવા માટે આરોગ્ય નિષ્ણાતો હંમેશા આહારમાં દરિયાઈ ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. દરિયાઈ ખોરાકમાં ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન-ડી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ માટે, સૅલ્મોનને આહારમાં સામેલ કરી શકાય છે. સૅલ્મોન માછલી એ દરિયાઈ ખોરાક છે. તેના ઉપયોગથી વિટામિન-ડી વધે છે.
જો તમારા શરીરમાં પણ વિટામિન ડી ની ઉણપ હોય તો તમે ઉપર જણાવેલ વસ્તુઓનું સેવન કરી શકો છો અને શરીરમાં વિટામિન ડી ની ઉણપ દૂર કરી શકો છો. આવી જ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.