વઘતું વજન દરેક વ્યક્તિની સમસ્યા વઘારી શકે છે. શરીરમાં વઘારે ચરબીના કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે તમે અસ્વસ્થ દેખાવા લાગો છો. પેટની ચરબી વઘારે બહાર આવવાથી તમને કામ કરવામાં તકલીફ પડતી હોય છે.

પેટ બહાર આવવાના કારણે નીચે વાંકુ વરવામાં પણ તકલીફ પડતી હોય છે ચાલવામાં દોડવામાં માં પણ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. વઘારે વજન ના કારણે ઘણી બીમારીનો સામનો કરવો પડતો હોય છે જેમકે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલોસ્ટ્રોલ જેવી સમસ્યા થવાનું જોખમ રહે છે.

આયુર્વેદ માં વજન અને ચરબીને દૂર કરવા માટે અનેક કસરત અને આહાર વિશે જણાવ્યું છે. પરંતુ વજન વઘવા પાછળનું કારણ આળસ છે જેના કારણે વજન ઓછું કરવાની જગ્યાએ વઘવા લાગે છે.

આજે અમે તમને આ આર્ટિકલમાં એવા કેટલાક ઉપાય ની વાત કરીશું જે ઉપાય તમે અપનાવશો તો તમારું વજન ખુબ જ ઝડપ થી ઓછું થવા લાગશે. વજન અને ચરબીને દૂર કરવા દરરોજ તમારે આ ઉપાય કરવા પડશે. જેથી ચોક્કસ તમને લાભ થશે.

વધારે પ્રમાણમાં પાણી પીવું : આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે પાણી પીવું ખુબ જ જરૂરી છે. શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ. વઘારે પાણી પીવાથી આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો ને મૂત્ર ત્યાગ વાટે બહાર કાઠી દેશે. માટે આખા દિવસ દરમિયાન 4-5 લીટર પાણી પીવું જોઈએ જેથી તમારું વજન ઉતરવામાં મદદ કરી શકશે. અને રાત્રે સુતા પહેલા 2 ગ્લાસ પાણી પીવાની આદત પાડવી જોઈએ.

ઊંઘતા પહેલા કસરત કરવી : તમે પણ વજન કે ચરબી ઓછી કરવા ઈચ્છતા હોય તો દરરોજ રાત્રે સુતા પહેલા માત્ર 10-15 મિનિટ હલકી કસરત કરવી જે તમારી ચરબીને કંટ્રોલ કરવામાં મદદ કરશે. અને તેનાથી તમને ઊંઘ પણ સારી આવશે. વજન અને ચરબી ઘટાડવા આ ઉપાય કારગર સાબિત થશે.

ઊંઘ પુરી કરવી : આપણી ચાલી રહેલી આખા દિવસ ની દિનચર્યા ના કારણે આપણે રાત્રે મોડા સુધી જાગીયે છે. પરંતુ તે આપડી આદત ખરાબ છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર મોડામાં મોડા રાત્રે 10 વાગે સુઈ જવું જોઈએ. દરેક વ્યક્તિએ 7-8 કલાક ની ઊંઘ લેવી જેથી શરીરમાં લાગેલ થાક અને તનાવ દૂર થાય.

રાત્રે જમ્યા પછી મોડી રાત્રે ના ખાવું : વજનને ઓછું કરવું હોય તો તમારે રાત્રે જમ્યા પછી ફરીથી ના ખાવું જોઈએ. વજન ને ઓછું કરવું હોય તો તમારે આ ટેવ સુધારવી પડશે. રાત્રે મોડા ખાવાથી પાચન ઝડપથી થતું નથી જેથી પેટ માં ચરબીનું પ્રમાણ વઘવા લાગે છે. જેના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે માટે રાત્રે જમ્યા પછી મોડી રાત્રે ના ખાવું જોઈએ.

જો તમારું વજન વધારે છે અને પેટની ચરબી બહુ વધી ગઈ છે તો તમે પણ આ ઉપાય નો ઉપયોગ કરીને વજન અને ચરબી ઘટાડી શકો છો. અમે આશા રાખીશું કે અમે તમને જણાવેલ માહિતી ગમી હોય અને તમે આનો ઉપયોગ કરશો તો તમારું વજન પણ ધીરે ધીરે ઓછું થઇ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *