આજ ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છ . દેશ અને વિદેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને ડાયાબિટીસ વધવાનું સૌથી મોટું કારણ ખોટી જીવનશૈલી અને આહાર છે. ડાયાબિટીસના રોગનો કોઈ ઈલાજ નથી. પણ હા, જો તમે તમારા આહાર અને જીવનશૈલીમાં સુધારો કરો તો તેને થતું અટકાવી શકાય છે.

ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ ભોજન કર્યા પછી તરત જ સૂઈ જાય છે. ડૉક્ટરો પણ સારા સ્વાસ્થ્ય માટે સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂતા પહેલા કેટલીક આદતો સુધારવા પર ધ્યાન આપવાની સલાહ આપે છે. જેને અપનાવીને તમે સૌથી ગંભીર બીમારીઓને થતા અટકાવી શકો છો.

જો તમે પણ રાત્રિભોજન પછી તરત જ સૂઈ જાઓ છો, તો તરત જ આ આદતને સુધારી લો નહીંતર આ આદત વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ અને હ્રદયના રોગોની સમસ્યા વધી શકે છે. તો ચાલો જાણીએ સૂતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ખાધા પછી દરરોજ ચાલવું : રાત્રે જમતા પહેલા ફરવા જવાની ટેવ પાડો. આ તમને તમારી રોગપ્રતિકારક શક્તિને ઠીક કરવામાં સૌથી વધુ મદદ કરશે અને તમારા શરીરને ઘણા રોગો સામે લડવાની શક્તિ આપશે.

જો તમારી નજીક કોઈ પાર્ક કે ગાર્ડન છે, તો તમે ત્યાં ફરવા જઈ શકો છો. જો ત્યાં કોઈ પાર્ક ન હોય, તો તમે દરરોજ ભોજન કર્યા પછી તમારા ટેરેસ પર ચાલવાની આદત બનાવી શકો છો.

ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે : જમ્યા પછી સૂતા પહેલા 10 મિનિટ ચાલવાથી પણ તમને ડાયાબિટીસની સમસ્યામાંથી રાહત મળી શકે છે. કેલરી બર્ન કરવા અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં ચાલવું અત્યંત ફાયદાકારક છે. ખોરાક ખાધા પછી, તમારે ચોક્કસપણે લગભગ 10 થી 20 મિનિટ ચાલવું જોઈએ. તે ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડે છે.

ઊંઘ ન આવવાની સમસ્યાથી રાહત મળશે : ચાલવાથી તમારી ઊંઘ પણ સુધરે છે. કેટલાક લોકોને રાત્રે સૂવામાં તકલીફ પડે છે. આવી સ્થિતિમાં, જો તમે 10 થી 15 મિનિટ ચાલવાની આદત બનાવો છો, તો તેનાથી તમને ઊંઘ ન આવવાની સમસ્યામાં પણ ફાયદો થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *