શરીરમાં કોઈ પણ રોગ ના થાય અને નિરોગી રહે તે દરેક વ્યકતિની ઈચ્છા હોય છે, પરંતુ આજની આધુનિક વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાવાની રીતના લીધે વ્યકિત ઘણી બધી બીમારીના શિકાર બની જતા હોય છે.
પરંતુ રોજિંદા જીવનમાં કેટલાક બદલાવ લાવવા થી શરીર સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. આ માટે સૌથી પહેલા ખોરાક ખાવામાં કેટલાક ફેરફાર કરવા જોઈએ આ માટે વ્યક્તિએ યોગ્ય પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ.
શરીરને નિરોગી રાખવા માટે પેટને મજબૂત અને યોગ્ય રીતે કાર્ય સીલ બનાવી રાખવું જોઈએ. આ માટે જયારે પણ ભોજન કરવા બેસો ત્યારે ભરપેટ ક્યારેય ભોજન ખાવું જોઈએ. રાતે હંમેશા માટે હળવો ખોરાક લેવો જોઈએ જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
જો તમે પણ સ્વાસ્થ્ય રહેવા માંગતા હોય તો ભોજન સિવાય પણ તમારે રોજે આ એક કામ કરવાનું છે જેની મદદથી શરીરના દરેક અંગો પણ સ્વસ્થ રહેશે અને શરીરની મોટાભાગની બધી જ બીમારીઓ દૂર થઈ જશે અને નિરોગી બનાવી રાખવામાં મદદ કરશે.
આ માટે રોજે થોડી થોડી વાર ચાલવું જોઈએ. દિવસ દરમિયાન થોડા થોડા સમય અંતરે 2-5 મિનિટ ચાલવું જોઈએ, જેથી સહરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે થાય છે જેની મદદથી અચાનક આવતા મૃત્યુનું જોખમ 35% ઓછું થઈ જાય છે.
આ સિવાય દિવસ દરમિયાન થોડા થોડા સમય અંતરે 5-10 મિનિટ ચાલવાથી શરીરને ભરપૂર ઉર્જા અને એનર્જી પ્રદાન કરે છે જેના કારણે કોઈ પણ કામ કરવામાં સ્ફૂર્તિ અને તાજગીમાં 65% નો વધારો થાય છે. માટે ચાલવું શરીર માટે ફાયદાકારક છે.
4-5 કલાકના સમય અંતરે 10-15 મિનિટ ચાલવાથી શરીરમાં અવાર નવાર વધી જતું બ્લડ સુગર લેવલ ધીરે ઘીરે લોહી માંથી ઘટે છે. જેથી ડાયાબિટીસ લેવલ નિયંત્રણમાં રહે છે, આ માટે ડાયાબિટીસ દર્દીએ નિયમિત સમય અંતરે ચાલવાનું રાખવું જોઈએ.
સવારે 6 વાગ્યે 20-30 મિનિટ કુદરતી સૌંદર્ય માં ચાલવું જોઈએ જેથી મગજમાં આવતા ખરાબ વિચારો, માનસિક તણાવ, ડિપ્રેશન, ખરાબ વિચારો દૂર થાય છે. આ સિવાય સવારે ચાલવાથી ફેફસા અને હૃદયની કાર્ય ક્ષમતા માં વધારો થાય છે અને ફેફસા ચોખ્ખા રહે છે.
હૃદયને લગતી બીમારીઓ થી બચવા માટે રોજે સવારે ચલાવું જોઈએ જે હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. બંને હાથના અંગુઠાને મુઠ્ઠી ની અંદર વાળીને 30 મિનિટ ચાલવાથી હાઈ બીપી અને લો બીપી કંટ્રોલમાં રહે છે.
ચાલવાથી માંશપેશીઓ મજબૂત રહે છે અને લોહીનું પરિવહન સારું થાય છે, વજનને ઓછું કરવા માટે ચલાવું સૌથી ઉત્તમ ઉપાય છે. ચાલવામાં માટે સવારે 6 વાગ્યે અને રાતે ભોજન પછી નો સમય ચાલવાથી શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ પ્રવેશ કરતો નથી, આ માટે નિષ્ણાતો અને ડોક્ટરો પણ વધુ ચાલવાની સલાહ આપતા હોય છે.