જળ એ જ જીવન છે. પાણી વગર જીવન જીવવું અશક્ય કહી શકાય છે. પાણી દરેક માટે ખુબ જ મહત્વનું અને જરૂરી છે. આપણા શરીરને સ્વસ્થ રાખવું હોય તો દિવસ દરમિયાન વધુ માં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પાણીને ગરમ કરીને એટલે કે હુંફાળું કરીને પીવામાં આવે તો તે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.
તમને જણાવીએ કે પાણી શરીરને હાઈડ્રેટ બનાવી રાખવાનું કામ કરે છે. વધુ પાણી પીવાથી પેશાબ પણ સારો અને છૂટથી આવે છે જેથી શરીરમાંના રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયા અને કીટાણુઓ મૂત્ર ત્યાગ વખતે બહાર નીકળી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર રાત્રે સૂતી વખતે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી શરીરને ઘણા બઘા લાભ થાય છે.
રાત્રે સુતા પહેલા નવશેકું હૂંફાળું પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે હૂંફાળું પાણી પીવાથી શરીરમાં લોહીનો પ્રવાહ ખુબ જ સારો રહે છે. નવશેકું પાણી પીવાથી શરીરમાં રહેલી કોશિકાઓને પૂરતું પોષણ આપવાની સાથે કોશિકાઓ માંથી ઝેરી તત્વો બહાર નીકળવાનું કામ છે.
ઘણા સંશોઘના માં જાણવા મળ્યું છે કે ગરમ હુંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ માં સુઘારો થાય છે. ગરમ પાણી પીવાથી ચરબીના થરને ઝડપથી તોડવામાં મદદ કરે છે, જેથી વજનને ઓછું કરવામાં ખુબ ફાયદો થાય છે. આ માટે જેમના શરીરની ચરબી વધુ હોય અને વજન ઓછું ના થતું હોય તેવા લોકોએ રોજે રાતે સુતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પી જવું જોઈએ.
નવશેકું પાણી પાચનક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. જો તમારી પાચનક્રિયા મંદ પડી ગઈ હોય તો ભોજન કર્યા પછી ગરમ પાણી પીવાનું ચાલુ કરવું જોઈએ. કે પાચનને સુધારી પેટ સંબધિત બીમારી જેવી કે કબજિયાત, એસિડિટી, ગેસ, અપચો વગેરે દૂર થાય છે.
આખો દિવસ ઓફિસ કામ કરીને ઘરે આવ્યા પછી રાત્રે નવશેકું પાણી પીવાથી આખા દિવસ દરમિયાન લાગેલ થાક ઉતરી જાય છે અને શરીરમા નવી ઉર્જા અને એનર્જી આપે છે. કબજિયાત ના કારણે ઘણા લોકોને સ્કિન ને લગતી સમસ્યા જોવા મળે છે.
તેવા લોકોએ રાતે સુતા સમયે અને સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાની આદત પાડવી જોઈએ, જે ચહેરા પરના ખીલ, ડાઘ અને કરચલીઓ ને દૂર કરે છે, અને સ્કિન પર નેચરલી રોનક લાવી વૃદ્ધા વસ્થા ને ઝડપથી આવતા રોકે છે.
રાતે સુતા સમયે નવશેકું પાણી પીવાથી માનવ શરીરની 72 હજાર નસો માં આવતા અવરોઘને દૂર કરી નસોને ખોવાનું કામ કરે છે. તે લોહીને જાડું થતા ગંઠાઈ જતા રોકે છે. નવશેકું પાણી પીવાથી હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે. આ સિવાય ગળામા કે છાતીમાં કફ ભરાઈ જવાની સમસ્યા હોય તો તે કફ ને પણ છૂટો પાડે છે.