હાલના સમયમાં દરેક મહિલાઓ સુંદર ત્વચા ઈચ્છે છે. આ માટે મહિલાઓ ચહેરાને સુંદર બનાવવા ઘણા બઘા પ્રયત્નો કરતા હોય છે. ખાસ કરીને મહિલાઓ 45 વર્ષની ઉંમરે પણ સુંદર અને ચમકદાર દેખાવા માંગતા હોય છે.
જેના કારણે નાની ઉંમરની છોકરીઓ અને મહિલાઓ ચહેરા પર ચમક લાવવા માટે બજારમાં મળતી ક્રીમ અને ફેશવોશનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. પરંતુ બજારમાં મળતી પ્રોડક્ટમાં ઘણા બઘા રસાયણો અને કેમિકલ મળી આવે છે.
જે આપણી ચહેરાની સુંદરતા વઘારે છે પરંતુ વધુ પડતા બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ચહેરો બગડી પણ શકે છે. આ માટે વધુ પૈસા બજારમાં મળતી પ્રોડક્ટમાં ખર્ચ કર્યા વગર જ ચહેરાને સુંદર બનાવવા માંગતા હોય તો ઘરેલુ ઉપાયની મદદથી ચહેરાને સુંદર બનાવી શકાય છે.
હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે તેવામાં દરેકના ઘરે બરફ અને ઠંડુ પાણી તો મળી જ રહે છે. જેનો ઉપયોગ કરીને ચહેરાને ઘરે જ સુંદર અને ચમકદાર બનાવી શકાય છે. આપણી ત્વચા માટે ઠંડા પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું.
સફેદ ત્વચા બનાવવા: દિવસમાં ત્રણ વખત ચહેરાને ઠંડા પાણીથી ઘોવાનો છે. સવારે ઉઠીને તરત જ ચહેરાને પૈઠિ ઘોઈ લેવો જોઈએ, ત્યાર પછી બપોરે પણ ભોજન કર્યા પછી ચહેરાને ઘોઈ લેવો, રાત્રે જયારે સુવા જાઓ તે પહેલા પણ ચહેરાને ઠંડા પાણીથી ઘોઈ દેવો જોઈએ. જેથી ચહેરા પર ચોટેલ ધૂળ અને ધુમાડાના પ્રદૂષણથી ચહેરા પર ચોટેલ કીટાણુઓનો નાશ થાય છે. જેથી ત્વચાના રોમ છિદ્રો ખુલવા લાગશે જેથી ત્વચામાં સુંદર અને ચમકદાર બનશે.
જુવાન બની રહેવા માટે: દિવસમાં સૌથી વધુ ચહેરાને ઠંડા પાણીથી ઘોવાથી લોહીનું પરિવહન ખુબ જ ઝડપી બને છે. જેથી ચહેરા પર ખીલ, ફોલ્લીઓ હોય તો તે ઘીરે ઘીરે દૂર થઈ જાય છે અને ચહેરાને સુંદર બનાવાની સાથે ચહેરા જુવાન બનાવી રાખે છે. જેથી ખોવાઈ ગયેલ સુંદરતા પાછી આવી જાય છે.
કરચલી દૂર કરવા માટે: સૌથી પહેલા ચહેરાને પાણીથી ઘોઈ લેવો ત્યાર પછી એક બરફનો ટુકડો લઈને ચહેરા પર 5 મિનિટ સુધી માલિશ કરવાની છે. ચહેરા પર બરફની માલિશ રાત્રીના સમયે જ કરવાની છે જેથી ચહેરા પરની કરચલી દૂર થઈ જશે. બરફનો ઉપયોગ કરવાથી ચહેરા પર વૃદ્ધાવસ્થાના ચિન્હો દૂર થઈ જાય છે.
દરેક મહિલાઓ અને નાની છોકરીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તે ઠંડુ પાણી અને બરફનો ઉપયોગ કરીને ચહેરાને સુંદર, મુલાયમ અને જુવાન બનાવી રાખવામાં મદદ કરે છે. વઘતી ઉંમરે ચહેરાપર બુઢાપા ના દેખાતા ચિન્હો દૂર થઈ જશે.