મોટાભાગે સ્ત્રીઓ ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરતી હોય છે. જેથી રસોઈનો સ્વાદ અનેક ગણો વઘી જાય છે. પરંતુ ઘણા લોકોને ડુંગળી અને લસણ નું સેવન કર્યા પછી લાંબા સમય સુઘી મોમાં દુર્ગઘ(સ્મેલ) રહેતી હોય છે.
બોલતી વખતે પણ શ્વાસ માંથી દુર્ગઘ આવતી હોય છે. ઘણા લોકોને મોમાં આવતી દુર્ગઘથી પરેશાન થતા હોય છે. માટે આજે અમે તમારા માટે કેટલીક ઘરેલું ટિપ્સ જણાવીશું જેની મદદ થી તમારા મોમાં આવતી દુર્ગઘને સરળતાથી દૂર કરી શકશો.
મો માંથી દુર્ગઘ આવવાનું કારણ મિથાઈલ સલ્ફાઈફ, એલિસિન જેવા દુર્ગંઘ યુક્ત તત્વો લસણ અને ડુંગળીમાં આવેલ છે જેથી તેનું સેવન કર્યા પછી મોમાં સ્મેલ આવવાનું શરૂ થઈ જાય છે. તો ચાલી જાણીએ દુર્ગઘને દૂર કરવાના સરળ ઉપાય વિશે.
1. ગરમ પાણીનું સેવન: લસણ અને ડુંગળીના સેવન પછી ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં રહેલા હાનિકારક ઝેરી તત્વો ને દૂર કરવામાં મદદ કરે છે. જેથી જમ્યા બાદ ગરમ પાણીનું સેવન કરવાથી મોમાં આવતી દુર્ગઘ દૂર થાય છે. આ ઉપરાંત પાચનક્રિયાને સુઘારવામાં મદદ કરે છે.
2. લીંબુ પાણીનું સેવન: લીંબુમાં સાઈટ્રિક એસિડ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ આવેલ છે. જે શ્વાસમાં આવતી દુર્ગંધ મોમાં આવતી દુર્ગંઘ ને દૂર કરવામાં મદદ કરે છે. માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને તેને કોગળા કરો જે લસણ અને ડુંગળીની આવતી દૂર ગંઘ ને દૂર કરે છે.
3.વરિયાળીનું સેવન: જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી ખાવાનું પચાવવા માં મદદ કરે છે અને મોમાં આવતી દુર્ગંઘને દૂર કરવામાં મદદ કરે છે. માટે મોમાં આવતી દુર્ગંઘ ને દૂર કરવામાં માટે એક ચમચી જમ્યા બાદ ખાવી જોઈએ. આ ઉપરાંત ગરમ પાણીંમાં વરિયાળી નાખીને સેવન કરવાથી મોમાં આવતી દુર્ગંઘ દૂર કરી દશે.
શ્વાસ માં આવતી દુર્ગંઘ અને મોમાં આવતી દુર્ગંઘને દૂર કરવા માટે અમે જણાવેલ ઉપાય તમારા માટે ખુબ અસરકારક સાબિત થશે. આ ઉપાય નો ઉપયોગ કરવાથી માત્ર 15 દિવસ માંજ મોમાં આવતી દુર્ગંઘ કાયમ માટે દૂર થઈ જશે.