ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ ગરમીથી પરેશાન હોય છે, તેવામાં બપોરનો સમય નીકાળવો એક પડકાર બની જાય છે, તેવામાં આપણી કેટલીક બેદરકારી ના કારણે ડીહાઈડ્રેશન થી લઈને હિટસ્ટોક થવાનું જોખમ વઘી જાય છે.
આ માટે આપણે આપણા આરોગ્યનું ઘ્યાન રાખવું આપણા હાથમાં છે, ઉનાળામા આખોનું ઘ્યાન રાખવું પણ ખુબ જ જરૂરી છે. ઉનાળામાં સૂર્ય પ્રકાશના કિરણોથી આંખો ને સૌથી વધુ અસર થતી હોય છે. તેવામાં ઘણી વખત ઘણા લોકોને આંખોમાં બળતરા, આંખો લાલાશ પડતી થઈજવી, આંખો દુખાવો જેવી સમસ્યા થતી હોય છે.
માટે કહેવામાં આવે છે કે ઉનાળો આવે છે અને બીમારીઓ પણ લઈ આવે છે. માટે આરોગ્ય નિષ્ણાત ઉનાળામાં તડકામાં બહાર નીકળવા, હિટ સ્ટોકથી બચી રહેવા અને સૌથી વધુ પાણી પીવાની સલાહ આપતા હોય છે. પરંતુ ઘણા લોકો તેમ છતાં પણ આંખોની સારસંભાળ રાખવાનું ભૂલી જતા હોય છે.
ઉનાળામાં ગરમ પવન સાથે સૂર્યપ્રકાશના કિરણોના કારણે આખોને લગતી સમસ્યામાં વઘારો કરી શકે છે. આંખો આપણા શરીરનું સૌથી સંવેદન શીલ અંગ છે, માટે તીવ્ર ગરમી અને સૂર્યપ્રકાશના પ્રકોપથી આંખો પર વિપરીત અસર થતી હોય છે. માટે આંખોને લગતી સમસ્યાથી બચવા શું ઘ્યાન રાખવું જોઈએ તેના વિષે જણાવીશું.
બપોરના અતિશય તડકાથી બચવું: ઉનાળામાં આંખોને સૂર્ય પ્રકાશના તેજ કિરણોથી બચાવી રાખવું ખુબ જ જરૂરી છે. આ માટે કામ વગર બપોરના તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જેથી આપણે સૂર્ય પ્રકાશના કિરણોથી બચી શકીશું.
પરંતુ બપોરે ક્યાંક બહાર નીકળાનું થાય અને પવન સાથે તડકો પણ હોય તો તે આંખોને લાલ કરી દે છે, જેના કારણે આંખોમાં ઘણી વખત બળતરા પણ થતી હોય છે. માટે સવારે 11 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી કોઈ પણ બહારના કામ ને પૂરાં કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
જો તમે બપોરના સમયે કયાંક બહાર નીકળો છો તો આખો પર ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઈએ. કારણકે સનગ્લાસને તડકામાં પહેરીને બહાર નીકળવાથી સૂર્ય પ્રકાશના કિરણો સીઘા આંખો પર પડવાથી આંખોને થતા નુકસાન થી બચાવી રાખે છે, માટે બહાર નીકળતી વખતે આંખોના ચશ્મા પહેરવા જોઈએ.
શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ: ઉનાળામાં દર એક કલાકે થોડું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, કારણકે પાણી પીવાથી ડીહાઈડ્રેશનથી બચી શકાય છે.આઠે આખોને રક્ષણ પૂરું પાડે છે. શરીરમાં જયારે ડીહાઈડ્રેશનની સમસ્યા થાય ત્યારે આંખો સૂકી પડી જતી હોય છે હેઠી ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. માટે આંખો અને સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ.
સૂર્ય પ્રકાશના કિરણોથી આંખોમાં થતી બળતરા, આંખોનો દુખાવો, અને આખો ની લાલાશ જેવી સમસ્યા થાય ત્યારે કોઈ પણ પ્રકારની બજારમાં મળતી આંખમાં પાડવાની દવા નો ઉપયોગ કરશો નહીં. કારણકે આપણી આંખો ખુબ જ નાજુક છે, માટે આંખો ના ડોકટરની સલાહ લઈને ને આંખોમાં પાડવાની દવા લેવી જોઈએ. જેથી આખોનું સ્વાસ્થ્ય રહેશે.
આંખોને ઠંડક મળી રહે તે માટે આપણે ચહેરાને સાદા માટલાના પાણીથી ચહેરાને ઘોવો જોઈએ. જેથી આંખોને મળે છે. આ ઉપરાંત આંખો પર કાકડીની સ્લાઈસ રાખવાથી આંખોનું તેજ વધે છે, આ ઉપરાંત આંખોની લાલાશ પણ દૂર થાય છે અને આંખોને ગરમીથી બચાવીને આંખોને ઠંડક આપે છે.