આજના સમયમાં લોકો ઘરનું ખાવાનું કરતા બહાર નું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. બહારનું ભોજન ક્યારેક ભેળસેર વાળું અને વાસી પણ હોઈ શકે છે છે. બહારના ભોજનમાં ઘર કરતા વધારે મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી તમારા શરીર ની તંદુરસ્તી બગાડી શકે છે.
આ સાથે શરીર ની તંદુરસ્તી વધતી ઉંમર ,બેઠાડું જીવન અને એલોપથી દવાને કારણે શરીરમાં અશક્તિ અને નબળાઇ આવે છે. તો અશક્તિ અને નબળાઈ ના લક્ષણો કયા હોય છે અને તેને દૂર કરવાના ઉપાયો કયા છે તે વિષે જાણી તમે પણ તમારા શરીરની નબળાઈ અને અશક્તિને દૂર કરી શકો છો
અશક્તિ અને નબળાઈ ના લક્ષણો:- જાયે પણ શરીર માં અશક્તિ આવે છે ત્યારે કામ કરવામાં બેચેની લાગે છે. શરીરમાં સ્ફૂર્તિ નો અભાવ જોવા મળે છે. થોડું કામ કરતા તરત જ થાક નો અનુભવ થાય છે. ઘણી વાર અશક્તિ ના કારણે લોહી ની કમી જોવા મળે છે. શરીર માં ધ્રુજારી ,ચક્કર તથા બેચેની રહેવી એ પણ કારણ હોઈ શકે છે.
વધુ પડતી અશક્તિને કારણે તાવ આવવો એ સામાન્ય બાબત બની ગઈ છે. ઉપર પ્રમાણે જણાવ્યા લક્ષણો જો તમને હોય તો તમે અશક્તિ અને નબળાઈ દૂર આ ઉપચારો વડે કરી શકો છો. સવાર -સાંજ એક એક ચમચી જેઠીમધનું ચૂર્ણ ચાટી તેના ઉપર એક કપ દૂધ પીવાથી શરીરમા શક્તિ તેમજ મન અને મગજ ની શાંતિ થાય છે.
હવે જાણીએ નબળાઈ અનેઅશક્તિ ના લક્ષણો દૂર કરવાના કેટલાક ઉપાયો વિષે: 10-20 નંગ ખજૂર ખાઈ એક ગ્લાસ દૂધ પીવાથી તરત જ સ્ફૂર્તિ આવે છે. 5 થી 10 ગ્રામ ચરોરી ને ગોળ સાથે ખાવાથી પણ શક્તિ મળે છે. ગાજર ના રસ અને એક કપ દૂધ માં મધ નાખીને પીવાથી શરીરમાં શક્તિ મળે છે.
જમ્યા બાદ થોડા સમય પછી એક-બે કેળાં ખાવાથી શક્તિમાં વધારો થાય છે. દૂધ માં અંજીર ઉકારી અને તે ચાવીને ખાઈ લીધા પછી દૂધ પીવાથી શરીરની અશક્તિ દૂર થાય છે. સાદી ડુંગળીની જગ્યાએ સફેદ ડુંગરી ને ઘી માં શેકીને ખાવાથી ધાતુ ની નબળાઈ, શારીરિક નબળાઈ તથા ફેફસામાં આવે ગયેલી નબળાઈ ઝડપથી દૂર થાય છે.
બદામ ,પિસ્તા કાજુ ,એલચી,કેસર અને ખાંડ દૂધ માં નાખીને પીવાથી શક્તિ માં ખુબજ વધારો થાય છે. દૂધ માં અંજીર અને બદામ નાખી ને પીવાથી લોહી ની શુદ્ધિથાય છે સાથે સાથે શરીરમાં રહેલી ગરમી મટી જાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.