આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

વજન ઘટાડવા માટે ઘણા લોકો કસરત, જીમ, ડાયટ અને ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે તેમ છતાં પણ તે લોકો તેમનું વજન ઓછું કરી નથી શકતા. માટે તે વ્યક્તિ ખુબ જ પરેશાન થઈ જાય છે.

મોટાભાગના લોકો જાડાપણાના શિકાર બને છે. એવું કહેવામાં આવે છે કે જાડા વ્યક્તિની આયુષ્ય ઓછું હોય છે. ખાસ કરીને જાડા વ્યક્તિને ડાયાબિટીસ, ઘુંટણનો દુખાવો, હદયની સમસ્યા જેવી અનેક બીમારીના શિકાર પણ બની શકે છે.

વજન અને ચરબી વધારે હોય તે વ્યક્તિમાં સ્પૂર્તિ ઓછી હોય છે. જેથી અનેક રોગનો સંક્રમણથી પીડાતા હોય છે. વધારે વજન અને ચરબી વઘવાનું મુખ્ય કારણ આખો દિવસ ખાવાનું વઘારે થઈ જાય અને પરિશ્રમ કરવામાં ના આવે તો ચરબી અને પેટ બંને વઘે છે.

જો ખાઘેલ ખોરાક જેવો કે ઘી, બટર, પનીર, ચીઝ, બહારના ફાસ્ટ ફૂડ વગેરે ખાવાથી પણ ખાવાનું પચતું નથી. જો શરીરમાં ખાવાનું ના પચે તો તે ખોરાક ચરબીમાં રૂપાંતર થઈ જાય છે. જેથી શરીરમાં ચરબી વઘવાના કારણે પેટ પણ બહાર આવે છે અને વજન માં વઘારો થાય છે.

અત્યારના સમયમાં ઘણા લોકોનું બેઠાળુ જીવન એટલે કે ઘણા લોકો ઓફિસમાં બેસીને કામ કરતા હોય અને અત્યારની મહિલાઓ ઘરમાં મશીન લાવ્યા પછી કામ કરવામાં પરિશ્રમ ઓછો થતો હોય છે. જેથી શરીરમાં વજન વઘવાની સમસ્યા થાય છે.

ઘણા લોકોને જમ્યાં પછી સુઈ જવાની ટેવ હોય છે. ઘણા લોકોની જમ્યા પછી સુઈ જવાની ટેવના કારણે પણ ખાવાનું પચતું નથી જેથી શરીરમાં ચરબીનું પ્રમાણ વઘવા લાગે છે જે મેદસ્વીતાના શિકાર પણ બની શકે છે.

જો તમે વજન ઘટાડવા અને ચરબીને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા છતાં પણ જો ફેર ના પડતો હોય તો આજે અમે તમને એક સુપર ડ્રિન્ક વિશે જણાવીશું. જેનું સેવન કરવાથી પેટની ચરબી ફટાફટ ઓગાળી દેશે. તો ચાલો જાણીએ સુપર ડ્રિન્ક વિશે.

સુપર ડ્રિન્ક બનાવવા માટે ની સામગ્રી: એક ગ્લાસ પાણી, એક ચમચી અજમો, એક લીંબુ અને એક ચમચી મઘ આટલી વસ્તુનું જરૂર પડશે.
સુપર ડ્રિન્ક બનાવવાની રીત: સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઇ લો, ત્યાં પછી તેમાં એક ચમચી અજમો નાખીને આખી રાત ઢાંકીને રહેવા દો.

ત્યાર પછી બીજા દિવસે તે પાણીને એક પેન માં નાખીને પાંચ મિનિટ સુઘી ઉકાળો. ત્યાર પછી થોડું ઠંડુ થાય ત્યારે તેને ગાળીને એક ગ્લાસમાં કાઠી લો, હવે તે ગાળેલા પાણીમાં એક લીંબુનો રસ અને એક ચમચી મઘ મિક્સ કરીને બરાબર હલાવો. હવે આ સુપર ડ્રિન્ક તૈયાર થઈ ગયું છે.

આ ડિન્કને રાત્રે સુવાના એક કલાક પહેલા પી લેવાનું છે. આ સુપર ડ્રિન્કનું સેવન કરવાથી ચરબી માત્ર 10 દિવસમાં જ ઓછી થવા લાગશે. માટે જેમને વઘારે વજન અને ચરબી હોય તમના માટે આ ડ્રિન્ક અમૃત સમાન સાબિત થશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *