વધતું વજન એ દરેક લોકો માટે સૌથી મોટી સમસ્યા છે. કામ કરતા લોકો આખો દિવસ ઘરની બહાર રહે છે અને 9-10 કલાક કામ કરે છે. જે લોકો ઓફીસ માં કામ કરે છે તે લોકો કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરે છે અને ત્યાં જ ખાય છે અને પીવે છે.
આમ તેમના શરીરની એક્ટિવિટી ઓછી રહે અને ખાવા-પીવાનું સારું ખાતા હોય તો સ્થૂળતા વધે છે. જો તમે વધતી સ્થૂળતાથી પરેશાન છો, તો સૌથી પહેલા તમારી ખાવાની આદત બદલવી પડશે. તમારે આહારમાં એવા ખોરાક લેવા જોઈએ જેનાથી પેટ તો ભરાય જ સાથે સાથે શરીર પણ સ્વસ્થ રહે.
ઓયલી અને જંક ફૂડ તમારી સ્થૂળતા વધારવા માટે જવાબદાર છે, તેથી તમારે ખાનપાનનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. જો તમે આખો દિવસ ઘરની બહાર રહો છો તો દર બે કલાકે ખાઓ. જો તમારું પેટ ભરેલું છે, તો તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું ટાળો.
બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો માત્ર સ્થૂળતા જ નથી વધારતા પણ તમારા સ્વાસ્થ્યને પણ બગાડે છે. તો ચાલો જાણીએ મેદસ્વિતાને કંટ્રોલ કરવા માટે ડાયટમાં કયા હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ, જે શરીરના વજનને કંટ્રોલ કરવાની સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે.
બદામ ખાઓ : જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બહારનું કંઈપણ ખાવાને બદલે બદામ ખાઓ. બદામનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે સાથે જ પેટ પણ ભરાય છે. બદામ ચયાપચયને વેગ આપે છે અને સ્થૂળતાને નિયંત્રિત કરે છે. તમારે દરરોજ 6 થી 7 બદામનું સેવન કરવું જોઈએ. સવારે કે સાંજે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બદામ ખાઓ.
દહીં કે છાશ ખાઓઃ દહીં અને છાશનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઓફિસ કે માર્કેટમાં દહીં અને છાશ સરળતાથી મળી રહે છે. દહીં અને છાશનું સેવન કરવાથી પેટ ભરાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. ભૂખ લાગે તો દહીં અને છાશ લો.
હેલ્ધી સેન્ડવીચ ખાઓ: લોટની રોટલીમાંથી બનેલી સેન્ડવીચ તમારું પેટ ભરશે સાથે જ તમારું વજન પણ કંટ્રોલ કરશે. સેન્ડવીચમાં તમે ટામેટાં, કાકડી અને લેટીસનો વધુ ઉપયોગ કરી શકો છો. સલાડ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે, સાથે જ વજન પણ નિયંત્રણમાં રહે છે. એક્વાતનું ધ્યાન રાખો કે સેન્ડવીચમાં માખણ અને ચીઝ ન હોવું જોઈએ.
બાફેલા ઈંડા ખાઓઃ જો તમે વજનને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો જયારે તમને ભૂખ લાગે ત્યારે બાફેલું ઈંડું ખાઓ. બાફેલું ઈંડું પેટ ભરે છે, સાથે જ વજનને પણ કંટ્રોલ કરે છે.
જો તમે પણ અહીંયા જણાવેલી ટિપ્સ ને ફોલો કરો છો તો તમારું વજન ઓછું થઇ શકે છે. આવીજ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.