આપણું શરીર આખો દિવસ સારી રીતે કાર્ય કરે અને આપણા શરીરની અંદર ઉર્જા રહે તેના માટે જરૂરી છે કે આપણે સવારનો નાસ્તો એકદમ હેલ્ધી હોય. આ માહિતીમાં તમને એક એવા નાસ્તા વિશે જણાવીશું જે નાસ્તો હેલ્ધી પણ છે તેમજ તેમાંથી આપણને એટલા બધા પોષકતત્ત્વો પણ મળે છે જેના કારણે આપણા શરીરની અંદર ઉર્જા પણ રહે છે.
આપણે આખો દિવસ સારી રીતે કાર્ય પણ કરી શકીએ છી સાથે સાથે જો આપનું વજન એકદમ ઓછું છે અને વજન વધતું નથી તો તેવા લોકો માટે પણ આ નાસ્તો ખૂબ જ ઉપયોગી છે. તો અહીં આપણે નાસ્તા માટે કઈ વસ્તુઓ લેવાની છે તો આપણે ફક્ત બે જ વસ્તુઓ લેવાની છે જેમાં સૌથી પહેલી વસ્તુ છે સીંગ અને બીજી વસ્તુ છે કેળા.
સિંગ જે છે એ કાચી જ લેવાની છે. જે લગભગ દરેકના ઘરમાં લગભગ હોય છે. જો આપણી પાસે મગફળી હોય તો તે વધારે સારું છે પરંતુ જો આપની પાસે મગફળી ન હોય તો કાચી સિંગનો પ્રયોગ કરી શકો છો. એક વાટકા જેટલી આપણે કાચી સીંગ લેવાની છે અને તેને સાતથી આઠ કલાક જેટલી પડવાની છે.
આ નાસ્તો આપણે સવારે બનાવવાનો છે તેથી જો આપણે સીંગને રાતે જ પલાળીને રાખીશું તો વધુ સારું કારણકે ત્યારબાદ સવારે સારી રીતે સીંગ પલળી ગઈ હશે અને તેનામાંથી આપણને પોષક તત્વો પણ સારા મળશે.
ત્યારબાદ આપણે બે કેળા લેવાના છે. બે કેળાને આપણે સારી રીતે સમારી લેવાના છે. કેળા ની અંદર કેલ્શિયમ, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે જે આપણા શરીરને ઉર્જા આપે છે અને સાથે સાથે આપણાં હાડકાંને મજબૂત પણ કરે છે. આથી કેળા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
દિવસની અંદર એક કેળું ખાવું જોઈએ અને તે પણ સવારે ખાવું જોઈએ જેથી કરીને તે આપણા માટે વધુ ગુણકારી રહે. જે વ્યક્તિઓનું વજન જરાય વધતું જ નથી તે વ્યક્તિ માટે પણ કેળુ ખૂબ જ ઉપયોગી છે. માટે આપણે જે સામગ્રી લીધી છે સીંગ અને કેળું તે એકદમ હેલ્ધી છે સાથે સાથે તેની અંદર દરેક પ્રકારના પોષક તત્વો પણ છે.
મિત્રો સીંગ ને તો એવું પણ કહેવાય છે કે તે ગરીબોની બદામ છે, કારણ કે તે બદામથી સસ્તી પણ હોય છે અને સિંગ ની અંદર એવા દરેક ગુણ છે જે બદામ ની અંદર રહેલા છે. સિંગ ખાવાથી આપની યાદશક્તિ પણ સારી થાય છે.
હવે આપણે અને કેવી રીતે બનાવવાનું છે તેના વિશે જાણીએ: સીંગ જ્યારે આપણી આખી રાત સારી રીતે પલળી જાય ત્યારબાદ આપણે સીંગ અને કેળાના સારી રીતે કટકા કરી લેશું અને તે બંનેને મિક્સરમાં નાખી અને ગ્રાઇન્ડ કરી નાખવાના છે.
જયારે સારી રીતે ગ્રાઈન્ડ થઈ જાય એટલે એની એકદમ મસ્ત પેસ્ટ બની જશે. ત્યારબાદ તેની અંદર થોડું પાણી એડ કરવાનું છે જેથી કરીને આપને પીવા માટે અનુકૂળ રહે. જે પ્રમાણે અને જેટલી કોન્ટીટી માં આપને પાણી નાખવું હોય તે પ્રમાણે નાખી શકો છો. તો અહીંયા આપણો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે.
આ નાસ્તો એકદમ ઈઝી અને બનાવવામાં પણ બે સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવાનો છે. આ નાસ્તો હેલ્ધી પણ છે અને આ નાસ્તા નું સેવન કર્યા બાદ આખો દિવસ આપણે ઊર્જામાં રાખશે અને જે લોકોનું વજન જરાય પણ વધતું નથી તેમનું વજન આ નાસ્તો નાખ્યા પછી વધવા લાગશે.