આપણી આજુબાજુ ઘણા લોકો જોવા મળે છે જેમનું વજન વધુ હોય છે જયારે ઘણા લોકોનું વજન એકદમ ઓછું હોય છે. દરેક લોકો વજન વધારવા અને ઓછું કરવા વિષે જુદા જુદા પ્રયોગ કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવું માને છે કે વજન વધારવું બહુ જ અઘરું હોય છે.
પરંતુ તમને જણાવીએ કે વજન વધારવું સરળ છે, પરંતુ હેલ્ધી રીતે વજન વધારવું, ફેટ ન વધવા દેવું અને પરફેક્ટ બોડી મેળવવી ખુબજ જરૂરી છે. આ માટે ખાવા-પીવામાં ખાસ ધ્યાન આપવું પડે છે. એમાંય હેલ્ધી રીતે વજન વધારવું અત્યંત જરૂરી છે.
જેથી આજે અમે આ લેખમાં તમને વજન વધારવા માટે બેસ્ટ, સરળ અને ઈફેક્ટિવ ડાયટ પ્લાન વિશે જણાવીશું. જે ડાયટ પ્લાન અનુસરીને તમે હેલ્ધી રીતે વજન વધારી શકો છો અને એ પણ પરફેક્ટ બોડી સાથે.
વજન વધારવા માટે ડાયટમાં લીલા શાકભાજી, સીઝન પ્રમાણે આવતા ફળ, રોજ ભોજનમાં હાઈ કેલોરીયુક્ત ખાદ્ય પદાર્થને સામલે કરો. આવા ઉચ્ચ પોષણયુક્ત આહારને નિયમિત ડાયટમાં સામેલ કરવાથી સરળતાથી વજન વધારી શકાય છે.
વજન વધારવા માટે ઘણા લોકો આખો દિવસ જે-તે ખાઈને વજન વધારી લેતા હોય છે પરંતુ તેનાથી શરીર બેડોળ થઈ જાય. જો તમારું શરીર પાતળું છે અને વજન વધારવા માંગો છો તો યોગ્ય માત્રામાં પ્રોટીન, વિટામિન, ફાઈબર અને મિનરલનું સેવન કરો. જેથી તમે સરળતાથી વજન વધારી શકો છો
વજન વધારવા માટે માટે બહારના જન્ક ફૂડ ખાવાનું ટાળો. જન્ક ફૂડ ખાવાથી શરીરમાં ચરબી વધે છે, મસલ્સ નહીં. ઘી-તેલ કે બટર ભરપૂર ખાવાથી ઝડપથી વજન વધારવું એ જરૂરી નથી. જે ખોરાકમાંથી પ્રોટીન મળે એવા સિંગ-ચણા વજન વધારવા માટે ઉત્તમ છે.
વજન વધારવા સાથે તમારી મસલ્સ બને એ જરૂરી છે અને મસલ્સ બનાવવા માટે પ્રોટીન ઈનટેક વધારવો જોઈએ. આ માટે તમે ડાયટમાં દૂધ, દહીં, છાશ, પનીર લઇ શકો છો. આ ઉપરાંત તમે વેજ સૂપમાં મગની કે તુવેરની દાળ લઈ શકો છો.
જે લોકો વજન વધારવા માંગે છે તેવા જયારે ભૂખ લાગે ત્યારે દૂધ, કેળાં, સિંગ-ચણા અને ગોળ, અખરોટ, બદામ, પિસ્તા, અંજીર, ખજૂર જેવાં ડ્રાયફ્રૂટ્સ ચાવી-ચાવીને ખાવા જોઈએ.
જો વજન વધારવા જ માંગો છો તો ક્યારેય સવારનો બ્રેકફાસ્ટ કરવાનું ટાળશો નહીં. બ્રેકફાસ્ટમાં તમે ડ્રાયફ્રૂટ્સ અને મિલ્ક શેકની સાથે ઉપમા, પૌંઆ કે ખાખરા લઈ શકો છો.
બપોરે શક્ય હોય તો ઘરે જ ગરમ ગરમ જમવાનું રાખો. બપોરના ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, સલાડ અને છાશ લેવી.
એકસાથે ખવાય તેટલું ખાઓ. થોડા સમય પછી તમે બાકીનું ખાઈ શકો છો.
સાંજે ફળોનો જ્યૂસ, મિક્સ વેજ સૂપની સાથે નાસ્તો જેમ કે ઇડલી, ઢોકળાં, સેન્ડવિચ લઈ શકો છો.
રાતના ભોજનમાં પરાઠા અને પનીરનું શાક અથવા વેજિટેબલ પુલાવ અને સૂપ અથવા ખીચડી-શાક અને દૂધ ખાઈ શકો છો. હેલ્ધી વજન વધારવા માટે વધુ પડતું ઘી કે તેલવાળું ખાવાનું ટાળો.
વજન વધારવા માટે રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધમાં થોડું મધ ઉમેરીને નિયમિત પીવાનું શરુ કરો. જો આ પ્રયોગ તમે નિયમિત કરો છો તો ચોક્કસ વજનમાં વધારો થશે. વજન વધારા માટે હાઇ કેલેરી, હાઈ પ્રોટીન યુક્ત ડાયટ ચાર્ટ બનાવો.
ઘણી દુબળી પાતળી મહિલાઓને ભૂખ ઓછી લાગતી હોય છે. આ માટે મહિલાઓ ભૂખ લગાડે તેવા ઉપાયને ફોલો કરો. જમ્યા પહેલા ભૂખને ઉઘાડવા માટે મહિલાઓ સૂપનું સેવન કરવાની આદત પાડો. આદુ પણ ભૂખને ઉઘાડે છે.
જમ્યાના થોડા સમય પહેલા આદુની કટકીને થોડી નમક મરી છાંટીને ખાવો, જેનાથી ભૂખ ઉઘડશે અને તમે વ્યવસ્થિતિ જમી શકશો.
જો તમે અહીંયા જણાવેલો દિવસનો ડાઈટ પ્લાનને ફોલો કરો છો તો થોડાજ દિવસોમાં તમારું વજન વધવા લાગશે. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવશો.