જો તમે દુબળા – પાતળા છો અને વજન વધારવા માટે ઘણા પ્રયત્નો છો છતાં તમારું વજન વધી રહ્યું નથી તો આજે અમે તમને કેટલાક ઉપાય બતાવીશું જે ઉપાય કરીને તમે તમારું વજન વધારી શકો છો. આ ઉપાય માટે તમારે ક્યાંય જવાનું નથી.
આ ઉપાયમાં તમારે દૂધ સાથે કેટલીક વસ્તુનું સેવન કરવાનું છે જે તમારું વજન વધારવામાં તમને મદદ કરશે. તમે ઘરે જ આ સરળ ઉપાય કરી શકો છો અને થોડાજ દિવસોમાં તમારા શરીરમાં તફાવત જોઈ શકશો. તો ચાલો જાણીએ આ સરળ ઉપાય વિષે.
દૂધ સાથે મધ: દરરોજ દૂધમાં થોડું મધ મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી વધે છે અને તમને માત્ર બે જ અઠવાડિયામાં તફાવત જોવામાં મળી શકે છે. આ ઉપાય માટે સવાર-સાંજ હૂંફાળા દૂધમાં 1 ચમચી મધ ભેળવીને પીવાનું શરૂ કરો.
દૂધ સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવે છે. આ સાથે મધમાં રહેલા એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિવાયરલ તત્વ રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
દૂધ અને કેળા: રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી દૂધ સાથે કેળાનું સેવન કરો. કેળામાં રહેલા પોષક તત્ત્વો અને એન્ટી-ઓક્સીડેન્ટ વજન વધારવાની સાથે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ માટે તમે સવાર-સાંજ 1 ગ્લાસ ગરમ દૂધ સાથે 1-2 કેળા ખાઈ શકો છો.
દૂધ અને ડ્રાય ફ્રુટ્સ: ડ્રાય ફ્રુટ્સ સાથે દૂધ પીવું પણ વજન વધારવા માટે ફાયદાકારક છે. ડ્રાય ફ્રુટ્સમાં પોષક તત્વો, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ વગેરે ગુણ હોય છે. દૂધમાં બદામ, કાજુ, કિશમિશ આમાંથી કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને દૂધ પી શકાય છે.
આ સિવાય તમે વજન વધારવા માટે દૂધમાં 3-4 કિસમિસ મિક્સ કરીને પી શકો છો. રાત્રે સૂકા મેવાવાળા દૂધનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સારું રહે છે.
દૂધ અને કિસમિસ: વજન વધારવા અને શરીરમાં હિમોગ્લોબીનની માત્રાને નિયંત્રિત કરવા માટે, દૂધમાં કિસમિસ મિક્સ કરીને પીવું પણ ફાયદાકારક છે. તમારે માત્ર કિસમિસને દૂધમાં પલાળી રાખવાની છે. આ દૂધને રાત્રે સૂતા પહેલા ઉકાળો અને પીવો. તેને અલગથી ખાવું અને દૂધ પીવું પણ સારું છે.
જો તમે દૂધ સાથે અહીંયા જણાવેલ ઉપાય કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે અને વજન પણ ખુબજ ઝડપથી વધવા લાગશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.