આજના સમયની ભાગદોડભર્યા જીવનમાં ખાવા-પીવાની બાબતમાં થોડીક પણ બાંધછોડની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી શકે છે. જો આપણી તબિયત બગડે તો તેનાથી આપણે ન વિચાર્યું હોય તેવી સમસ્યા થઇ શકે છે. વજન વધવું એ પણ બીમારીઓને આમંત્રણ આપવા જેવું છે.
વજન ઘટાડવા માટે તમે ઘણા પ્રકારના ડાયટ ચાર્ટને અનુસરતા હશો. જયારે ઘણા લોકોમાં ગેરસમજ હોય છે કે તેઓ ખોરાક છોડીને વજન ઘટાડી શકે છે, પરંતુ વાસ્તવમાં ઘણી વખત તેનાથી વિપરીત અસર પણ થાય છે. અહીંયા તમને 7 દિવસ એવા ડાઈટ પ્લાન વિષે જણાવીશું જે ડાઈટ પ્લાન અનુસરીને તમે એક અઠવાડિયામાં 5 કિલો સુધીનું વજન ઘટાડી શકો છો.
દિવસ 1: ડાઈટ ચાર્ટના પ્રથમ દિવસે, તમારે ફક્ત ફળો જ ખાવાના છે. ફળો ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. ડાઈટ ચાર્ટના પ્રથમ દિવસે તમે કેળા અને કેરી સિવાય કોઈપણ ફળ ખાઈ શકો છો. કેળામાં સારી માત્રામાં ચરબી હોય છે, જ્યારે કેરી તમારા શરીરના શુગર લેવલમાં વધારો કરી શકે છે.
આ સાથે સાથે ધ્યાનમાં રાખો કે તમે પહેલા બીજું કંઈપણ ન ખાઓ. ફળો સિવાય તમે શાકભાજી પણ ખાશો નહીં, પછી ભલે તે કાચા સલાડના રૂપમાં હોય કે બાફેલા. જયારે પણ તમને ભૂખ લાગે ત્યારે ફક્ત ફળો ખાઓ. ફળો ખાઈને પાણી જરૂરથી પીવો, પાણી પીવાનું ભૂલશો નહીં.
દિવસ 2: બીજા દિવસે તમે ફક્ત શાકભાજી જ ખાશો. તમે તમારા મનપસંદ શાકભાજીને રાંધેલા સ્વરૂપમાં કે કાચા કચુંબર તરીકે ખાઈ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે રસોઈમાં તેલનો ઉપયોગ વધુ ન કરો. શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે બાફેલી શાકભાજી ખાઓ. આ સાથે કાચા અથવા રાંધેલા શાકભાજીમાં ગાજર, બ્રોકોલી, કાકડી ખાવી એક સારો વિકલ્પ છે. બટાકા અને કોબીજ પણ વધુ સારું રહેશે. શાકભાજી ખાધા પછી ચોક્કસ પાણી પીવો.
દિવસ 3 : ત્રીજા દિવસે, તમારે પહેલા અને બીજા દિવસના આહારનું પાલન કરવું પડશે. એટલે કે તમારે ફળો અને શાકભાજી બંને ખાવાના છે. તમારે આ ડાયટને ચાર વખત ફોલો કરવાનું રહેશે, સવારે ફળો, બપોરે શાકભાજી, સાંજે ફરીથી કેટલાક ફળો અને છેલ્લે રાત્રિભોજનમાં શાકભાજી ખાવાની છે.
તમે દરેક પ્રકારના ફળો અને શાકભાજી ખાઈ શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે તે પહેલા અને બીજા દિવસના પ્લાન પ્રમાણે ખાવાના છે. ખાધા પછી તમારે પાણી વધુ પીવાનું છે.
દિવસ 4: ચોથા દિવસે તમારે ફક્ત કેળા અને દૂધનું સેવન કરવાનું છે. તમારે આખા દિવસમાં 7 થી 10 કેળા અને ત્રણ ગ્લાસ દૂધ લેવાનું છે. આ સાથે જ તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે તમે એક જ સમયે આ વસ્તુનું સેવન ન કરો, આમ કરવાથી તમારે આખો દિવસ પૂરો કર્યા વિના ભૂખ્યા રહેવું પડી શકે છે. સ
વારે બે કેળા સાથે દૂધ લો. સાથે જ લંચમાં પણ બે કેળા લો. તમે વચ્ચે કેળા લઈ શકો છો અને રાત્રે 3-4 કેળા દૂધ સાથે લઈ શકો છો. પાછળથી પાણી પીવાનું ભૂલશો નહીં.
દિવસ 5: તમે પાંચમા દિવસે ખોરાક લેવાનું શરૂ કરી શકો છો. આ દિવસે તમે લંચમાં ભાત અને 6-7 ટામેટાં પણ ખાઈ શકો છો. અહીંયા એક્વાતનું ધ્યાન રાખો કે આ ડાઈટ પ્લાન અનુસરવાથી, યુરિક એસિડનું સ્તર વધવાનું જોખમ વધી શકે છે, તેથી વધુ માં વધુ પાણીનું સેવન કરો.
દિવસ 6: આ દિવસે પણ તમે ભોજન કરશો પરંતુ ધ્યાનમાં રાખો કે તમે તમારી પસંદગીનો કોઈપણ ખોરાક ખાશો નહીં. બપોરના ભોજનમાં તમે એક બાઉલ ભાત ખાઈ શકો છો જ્યારે બાકીના સમયે તમે શાકભાજી ખાશો. તમારે હંમેશા વધુ પાણી પીવું પડશે એટલે કે દિવસમાં 12-15 ગ્લાસ.
દિવસ 7: આ દિવસે તમે ભાટ સાથે તમારી પસંદગીના શાકભાજી ખાઈ શકો છો. તેની સાથે ફળોનો રસ પણ લઈ શકાય છે. આ સાત દિવસના ડાયટ ચાર્ટને અનુસરીને તમે લગભગ 4-5 કિલો વજન ઘટાડી શકો છો.
જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોય તો આ 7 દિવસનો ડાઈટ પ્લાન અનુસરીને તમારું વજન સરળતાથી 5 કિલો જેટલું ઘટાડી શકો છો. જો તમે બધું કરીને થાકી ગયા છો તો એકવાર આ ડાઈટ પ્લાન ચોક્કસ અનુસરો.