આજકાલ લોકો વધતા વજનને નિયંત્રિત કરવા માટે ડાયટિંગ અને એક્સરસાઇઝ પર વધુ આધાર રાખે છે. જો કે, જંક ફૂડના સેવનને કારણે તેમને વજન ઘટાડવામાં સફળતા મળતી નથી. હેલ્થ એક્સપર્ટ્સ આ વિશે કહે છે – જંક ફૂડમાં ફેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જંક ફૂડના વધુ પડતા સેવનથી પણ શરીરમાં વધારાની ચરબી જમા થાય છે.

સ્થૂળતાની સમસ્યા કેલરી ગેઇનના પ્રમાણમાં કેલરી બર્ન ન કરવાને કારણે થાય છે. આ માટે સંતુલિત આહાર લો અને દરરોજ કસરત કરો સાથે સાથે જંક ફૂડ ટાળો. દરરોજ આ નિયમોનું પાલન કરીને તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો.

આ સાથે સાથે જો તમે પણ સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો અને વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો રોજ આ ખાસ ડ્રિન્ક પીઓ. આ ડ્રિન્ક વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો આવો જાણીએ આ ખાસ ડ્રિન્ક વિષે.

આદુ લવિંગ પીણું: આયુર્વેદમાં આદુને ઔષધી ગણવામાં આવે છે. આદુનો ઉપયોગ રસોડામાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. આ સાથે જ આદુનો ઉપયોગ ચા અને ઉકાળામાં પણ થાય છે. તેમાં સારી માત્રામાં વિટામિન-એ, ડી, આયર્ન, ઝિંક સહિત ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે.

સાથે જ લવિંગમાં આયર્ન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો વધતા વજનને નિયંત્રિત કરવા માટે આદુ-લવિંગનું પાણી પીવાની સલાહ આપે છે.

કેવી રીતે સેવન કરવું: આ ડ્રિન્ક બનાવવા માટે આદુ, લવિંગ અને ફુદીનાના પાનને બે ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો. હવે તમે આ પીણુંનું સેવન કરી શકો છો. આ સિવાય હૂંફાળા પાણીમાં આદુ અને લવિંગ પાઉડર મિક્સ કરીને તેનું સેવન કરો. તેનો ઉપયોગ વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ પીણું વધતા સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

જીરાનું પાણી : જો તમે ખુબજ જલ્દી વજન ઉતારવા માંગતા હોય તો ખાલી પેટે જીરાનું પાણી ઉકાળીને પી શકો છો. આ ડ્રિંકના સેવનથી તમારું વજન જલ્દી જ ઘટે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

જીરું,અજવાઇન અને મેથી: જીરું,અજવાઇન અને મેથીને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી પણ વજન જલ્દીથી ઘટે છે. તેનાથી અપચાની સમસ્યા નથી થતી અને બહાર નીકળે પેટની ચરબી તરત જ ઓગળી જાય છે.

ગ્રીન ટી પીવાથી પણ પેટની ચરબી ઝડપથી જ ઓગળવા લાગે છે. દરરોજ કસરત કર્યા પછી વજન ઘટાડવા માટે ડાઈટમાં ગ્રીન ટીનો સમાવેશ કરો. વજન ઘટાડવા માટે અજવાઇનની ચા પણ ઘણી ફાયદેમંદ છે. સાથે જ એ પીવાથી ઘણા રોગોથી પણ છુટકારો મળી રહે છે. ખાસ કરીને શરદી-ઉધરસ જેવી બીમારીમાંથી તુરંત છુટકારો મળી જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *